એજ્યુકેશન
રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો
સુરત : રાષ્ટ્રીય મતદાતા દિવસ પર વેસુ ની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા અનોખી રીતે મતદાન માટે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સ્કૂલમાં આર્ટ એન્ડ ક્રાફટ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોએ મતદાન વિશે પોસ્ટર અને કટ આઉટ તૈયાર કર્યા હતા. આ પ્રવૃત્તિ ના માધ્યમથી મતદાનનો અધિકાર અને નાગરિકોની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ 18 વર્ષની ઉમરે પંહોચેલા યુવાઓ ને પણ મતાધિકાર નો અચૂક ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.