ચેમ્બરની લેડીઝ વીંગ અને સ્વાદ કુકીંગ એન્ડ બેકીંગ ઇન્સ્ટીટયુટના સંયુકત ઉપક્રમે ‘લાઇવ કુકીંગ એન્ડ બેકીંગ’ વિષે વર્કશોપ યોજાયો 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સ્વાદ કુકીંગ એન્ડ બેકીંગ ઇન્સ્ટીટયુટના સંયુકત ઉપક્રમે તા. ૧૧ જુલાઇ, ર૦ર૩ ના રોજ સિટીલાઇટ સ્થિત સ્વાદ ઇન્સ્ટીટયુટ ખાતે ‘લાઇવ કુકીંગ એન્ડ બેકીંગ’વિષે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેડીઝ વીંગની ૭૩ મહિલા સાહસિકોએ ભાગ લીધો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માણસને ભૂખ લાગે એટલે સામાન્યપણે એને ખોરાક લેવો પડે છે પણ એ ખોરાકમાં સ્વાદનું કન્ટેન્ટ ઉમેરાય એટલે એ સ્વાદિષ્ટ ખોરાક બની જાય છે. આ સ્વાદિષ્ટ ખોરાક આરોગવાની સાથે સાથે હવે આરોગ્ય જાળવવાની જરૂરિયાત પણ વધી છે, આથી સ્વાદવાળો ખોરાક આરોગ્યપ્રદ બને તે જરૂરી છે.

ઉપરોકત વર્કશોપમાં જાણીતા કુકીંગ એક્ષ્પર્ટ સ્નેહા ઠકકર દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન થકી સૂપ, મેઇન કોર્સ અને ડેઝર્ટ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. તેમણે મહિલા સાહસિકોને રોસ્ટેડ બેલપેપર એન્ડ પાઇન નટ સૂપ, મેકિસકન હોટ પોટ સિઝલર અને મિકસ બેરી સેન્ટર ફિલ્ડ કપકેક બનાવવાનું શીખવી કુકીંગ માટેની ઘણી સારી ટિપ્સ આપી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય અને લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલ વર્કશોપમાં ઉપસ્થિત રહયા હતા. લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સેક્રેટરી પ્લવનવી દવેએ સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું. લેડીઝ વીંગના કો–ચેરપર્સન ગીતા વઘાસિયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.

Exit mobile version