અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડને ‘ધ પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ દ્વારા ‘ધ એક્સપોર્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી

મુંબઈ: દેશની એક્સપોર્ટને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના વિશ્વસનીય સપ્લાયર તરીકે વિદેશમાં ભારતની છબી પ્રદર્શિત કરવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રાયોજિત પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્લેક્સકોન્સિલ 16 એપ્રિલનાં રોજ હોટેલ તાજ, મુંબઈ ખાતે એક્સપોર્ટમાં શ્રેષ્ઠતા માટે તેના પુરસ્કારોની જાહેરાત કરી છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મુખ્ય અતિથિ ઉદય અધિકારી અને સાગર અધિકારી, અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડને એક્સપોર્ટમાં શ્રેષ્ઠતા માટે ‘ધ એક્સપોર્ટ એવોર્ડ’ એનાયત કર્યો. અધિકારીને આ એવોર્ડ સતત ત્રીજા વર્ષે આપવામાં આવ્યો હતો. અને તેઓ આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, સમગ્ર વિશ્વમાં ભારતની છબીને ઉન્નત કરવા માટે પ્રયત્નશીલ છે.

હાર્ડવેર ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અલ-અઝીઝ ગ્રુપની શરૂઆત 1988માં કરવામાં આવી હતી. કંપની વીજળી, પાણી, ગેસ અને સૌર ઉર્જાના સુરક્ષિત ચેનલાઈઝેશનમાં ક્રાંતિ લાવવા ઉત્પાદન વિકાસમાં સતત સંસાધનોનું રોકાણ કરે છે. અલ-અઝીઝ પાસે તેના ઉત્પાદનો માટે પેટન્ટ અને ડિઝાઇનનો આકર્ષક પોર્ટફોલિયો છે, જે વૈશ્વિક સ્તરે સૌથી કડક અને પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો દ્વારા પ્રમાણિત છે.

Exit mobile version