કોરોનાની ગંભીર સ્થિતિમાં સંગિની સહેલી સંસ્થાના સહયોગથી સમસ્ત બિહાર ઝારખંડ ટ્રસ્ટે 300 સેનેટરી નેપકિન નું કર્યું વિતરણ

સુરત.કોરોના મહામારી દરમિયાન પણ કેટલીક સંસ્થાઓ સામાજિક કર્યો માટે હંમેશા તત્પર જોવા મળી રહી છે, ત્યારે સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ દ્વારા સંગિની સહેલી સંસ્થાના સહયોગથી 300જેટલી મહિલાઓ અને યુવતીઓ ને વિનામૂલ્ય સેનેટરી  નેપકિન નું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ ના અધ્યક્ષ અજય ચૌધરી અને તેમની ટીમ લૉક ડાઉન દરમિયાન સતત લોકોના પડખે રહી હતી. અનાજ કીટ ના વિતરણ સાથેજ પ્રવાસી શ્રમિકોને તેમના વતન પોહંચડવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી. હવે અનલૉક થયું છે ત્યારે પણ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના કર્યો સતત શરૂ છે. ચોમાસા ની ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે પહેલા લોક ડાઉન અંને હાલ પણ ગંભીર બનતી સ્થિતિ ને જોઈ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે સેનેતરી નેપકિન વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે સંગિની સહેલી સંસ્થાનો વિશેષ સહયોગ મળ્યો હતો. સંસ્થા દ્વારા 300 સેનેટરી નેપકિન વિતરણ માટે બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ સુધી પોહાંચડવામાં આવ્યા હતા. આ નેપકિન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને યુવતીઓ ને નિશુલ્ક વિતરિત કરાયા હતા. સંસ્થા ના અધ્યક્ષ રાણી ચૌધરી અને કાર્યકર્તા ગીતા બેન દ્વારા પાંડેસરા ના વડોદ ગામ વિસ્તારમાં આ સનેટરી નેપકિન નું વિતરણ કરવામાં આવ્યું હતું.આવા ઉમદા કાર્ય માટે સંગિની સહેલી સંસ્થાના સંચાલિકા આઇ આર એસ પ્રિયંત  ભારદ્વાજ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતો.

 

Exit mobile version