
- ટ્રુપફ ભારે ગરમી અને ઠંડી બંનેમાં પાણીનું મૂળ તાપમાન જાળવી રાખે છે, જેથી પાણી વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ઉપયોગ માટે તૈયાર રહે
- 50 મીમી પોલીયુરેથીન ફોમ અસરકારક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, જે સંગ્રહિત પાણીના તાપમાનને તેની મૂળ સ્થિતિની નજીક જાળવે છે
ગુજરાત, 25 મે, 2025: ભારતમાં ગુણવત્તાસભર પાણી સંગ્રહ સોલ્યુશન્સ માટે અગ્રણી અને વિશ્વસનીય ઉત્પાદક સિન્ટેક્સ, ગુજરાતમાં વધતી ગરમીની લહેર વચ્ચે સિન્ટેક્સ ટ્રુપફ ભારતની પહેલી સાચા અર્થમાં ઇન્સ્યુલેટેડ વોટર ટેન્કનો વ્યાપ વધારી રહ્યું છે. આ ઉનાળામાં ગુજરાતભરમાં તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે, જેમાં અમદાવાદમાં 44.8°C સુધી તાપમાન નોંધાયું હતું. શહેર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયા હતા. આવી પરિસ્થિતિમાં વિશ્વસનીય પાણી સંગ્રહ સોલ્યુશન્સની જરૂરિયાત પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. અતિપ્રચંડ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ ટ્રુપફમાં 50 મીમી પોલીયુરેથીન ફોમ ઇન્સ્યુલેશન આપવામાં આવ્યું છે, જે સંગ્રહિત પાણીનું તાપમાન તેની મૂળ સ્થિતિની નજીક જાળવવામાં મદદ કરે છે. ભારે ગરમી અને કડકડતી ઠંડી બંનેમાં અસરકારક રીતે કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવેલ ટ્રુપફ તમામ ઋતુઓમાં વિશ્વસનીય ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે અને પરંપરાગત સ્ટીલ ટેન્કની સરખામણીએ અસરકારક અને હળવો વિકલ્પ છે.
આ ઉપરાંત, આ ટેન્ક 100% વર્જિન, ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે, જે રિસાયકલ સામગ્રીમાંથી ઉત્પન્ન થતા માઇક્રોપ્લાસ્ટિકના જોખમને ટાળી વધુ સુરક્ષિત પાણી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. ટેન્કમાં એન્ટી-માઇક્રોબિયલ ગુણધર્મો પણ છે, જે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કથી વધતા જીવાણુઓના વિકાસને રોકે છે. સૂર્યપ્રકાશના કારણે પાણી ગરમ થવું, શેવાળ (Algae)ની વૃદ્ધિ અને દુર્ગંધ જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેને આ ટેક્નોલોજી અસરકારક રીતે નિયંત્રિત કરે છે અને રોજિંદા ઉપયોગ માટે વધુ સ્વચ્છ અને સ્વસ્થ પાણી ઉપલબ્ધ કરાવે છે.
તેની જાડી બોડી અને UV સ્ટેબિલાઇઝ્ડ બાહ્ય શેલ સૂર્યપ્રકાશને રોકે છે અને શેવાળના વિકાસને અટકાવે છે. ટાંકીમાં ખાસ ‘હેક્સા બોલ્ટ્સ’ સાથેની યુનિક સેલ્ફ-લોકિંગ ઢાંકણ સિસ્ટમ છે, જે ટાંકીને બહારથી અવરોધ થવાથી સુરક્ષિત રાખે છે. કેન્દ્રિય ઇન્સ્યુલેશન સ્તર ગરમીના પ્રવાહને અટકાવે છે, જેનાથી ટાંકી પાણીને તેના મૂળ ભરણ તાપમાન પર જાળવી શકે છે. આંતરિક પરીક્ષણ દર્શાવે છે કે ભારે તાપમાનની પરિસ્થિતિઓમાં પણ પાણીનું તાપમાન તેના મૂળ ભરણ તાપમાનથી 0.5°C કરતા વધુ વધઘટ થતું નથી.
ટ્રુપફ 15 વર્ષની વોરંટી સાથે આવે છે, સિન્ટેક્સ દ્વારા તેના ગ્રાહકોને સતત આપવામાં આવતી ગુણવત્તા અને ટકાઉપણું દર્શાવે છે. શાળાઓ, ઓફિસો, બંગલાઓ અને વ્યક્તિગત ઘરોમાં તેનો વ્યાપ વધી રહ્યો છે. સિન્ટેક્સના વિશ્વસનીય ગુણવત્તા, વ્યાપક વિતરણ નેટવર્ક અને ઇનોવેટિવ ડિઝાઇન સાથે ટ્રુપફ બદલાતા વાતાવરણ અને આબોહવાની પરિસ્થિતિઓ માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.
યશોવર્ધન અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર, વેલસ્પન બીએપીએલ લિમિટેડ અને સિન્ટેક્સના ડિરેક્ટર, “સિન્ટેક્સ ટ્રુપફ એ એક સામાન્ય પરંતુ મહત્વની સમસ્યા માટે વિકસાવવામાં આવ્યું છે. ગરમીમાં પાણી અતિશય ગરમ થઈ જતું હોવાથી વાપરવા માટે અયોગ્ય બને છે. આજે સમગ્ર દેશમાં ઉકળાટભર્યું વાતાવરણ છે અને અમારા માટે પાણીના સંગ્રહને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવવી એ પહેલું લક્ષ્ય છે. ટ્રુપફ ઉપયોગકર્તાને ટકાઉપણું, સ્વચ્છતા અને થર્મલ ઇન્સ્યુલેશન આપીને તેમની રોજિંદી જીંદગીમાં મહત્વનો ફેરફાર લાવે છે. સ્માર્ટ વોટર સ્ટોરેજ એ સ્વસ્થ ઘર અને સમુદાય માટેનું પહેલું પગથિયું છે.”
સિન્ટેક્સ ટ્રુપફ હાલમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા તીવ્ર ગરમી વાળા વિસ્તારોમાં સક્રિય રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, જ્યાં દરેક વાતાવરણ માટે તૈયાર વોટર સ્ટોરેજ સોલ્યુશન્સની માંગ વધી રહી છે. દરેક પ્રદેશોમાં ઉનાળાની જુદી જુદી પડકારભરી પરિસ્થિતિઓ છે ટ્રુપફ પોતાની જાડી રચના અને ઇન્સ્યુલેશન ડિઝાઇનથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ પૂરો પાડે છે.
સિન્ટેક્સ વિશે
સિન્ટેક્સ વેલસ્પન વર્લ્ડનો એક ભાગ છે અને ગુણવત્તાયુક્ત પાણી વ્યવસ્થાપન ઉકેલોનું ભારતનું અગ્રણી અને સૌથી વિશ્વસનીય ઉત્પાદક છે. લગભગ 50 વર્ષના વારસા સાથે, સિન્ટેક્સે નવીનતાઓનો પાયો નાખ્યો છે જે તેના વિવિધ ઉત્પાદન પોર્ટફોલિયો ઘરેલું અને વ્યાપારી પાણી સંગ્રહ ટાંકીઓ, UPVC દરવાજા, સુશોભન પેનલ્સ અને ઇલેક્ટ્રિકલ ઉત્પાદનોમાં ગુણવત્તા, વિશ્વસનીયતા અને ટકાઉપણામાં બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. લાખો ગ્રાહકો દ્વારા વિશ્વસનીય, સિન્ટેક્સ હાલમાં સમગ્ર ભારતમાં સાત અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ ચલાવે છે અને સુલભતા અને સેવા શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા માટે ચેનલ ભાગીદારોનું મજબૂત નેટવર્ક બનાવ્યું છે.
સિન્ટેક્સ ઉત્પાદનો NXT સિન્ટેક્સ લાભ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે ગ્રાહકોને શ્રેણીના પ્રથમ લાભો પહોંચાડવા માટે પ્રક્રિયા અને પોલિમર નવીનતાનો ઉપયોગ કરે છે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને શેવાળથી રક્ષણ. તેની ‘સાફ, સલામત, સાચી’ ફિલસૂફી સાથે, સિન્ટેક્સ ખાતરી કરે છે કે દરેક ઉત્પાદન સ્વચ્છ (સાફ), ટકાઉ અને વિશ્વસનીય (સુરક્ષિત) છે, અને સમગ્ર ભારતમાં ઘરો માટે સંપૂર્ણ પસંદગી છે (સાચી).
હોમ ટેક્સટાઇલ, સ્ટીલ, લાઇન પાઇપ્સ, બિલ્ડિંગ મટિરિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્લોરિંગ સોલ્યુશન્સમાં મજબૂત હાજરી ધરાવતું US$ 5 બિલિયનનું વૈવિધ્યસભર જૂથ, વેલસ્પન વર્લ્ડે 2023 માં તેની ફ્લેગશિપ કંપની વેલસ્પન કોર્પ લિમિટેડ દ્વારા લિક્વિડ સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય પ્લાસ્ટિક ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદક સિન્ટેક્સને હસ્તગત કર્યું.
For more information, visit https://www.sintexonline.com/