બીઝીનેસ આઇકોન એવોર્ડ સેરેમનીનું સુરત ખાતે આયોજન

45 શ્રેષ્ઠ ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. 

સુરત: સ્મોલ અને મીડીયમ સ્કેલ ના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા અને તેમના દ્વારા  થયેલા ઉત્કૃષ્ટ કાર્યો ને બિરદાવવા ઉદ્દેશ્યથી અજીત ઝોન તેમજ ઈવાના  જ્વેલર્સ  ના સહયોગ દ્વારા મેનેજમેન્ટ ગુરુના સંચાલક જય પાંડે અને ટીમે ધ અમોર હોટેલ સુરત ખાતે બીઝીનેસ આઇકોન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં કર્યું. જેમાં ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ ના હસ્તે  એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.  

બીઝીનેસ આઇકોન એવોર્ડ સેરેમનીના આયોજક અને  મેનેજમેન્ટ ગુરુના સંચાલક જય પાંડેએ આ કાર્યક્રમ અંગે માહિતી આપતાઆ જણાવ્યું કે વ્યાપાર ઉદ્યોગ માટે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાતાવરણ પુરુ પાડવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્યના વિકાસમાં સ્મોલ  અને મીડીયમ સ્કેલ ના ઉદ્યોગકારોનો ખુબ જ મહત્વનો ફાળો રહેલો છે જેને  પ્રોત્સાહિત કરવા માટે અમે એવોર્ડ સેરેમનીનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં વિવિધ 25થી વધુ કેટેગરી ના 45 થી વધુ સર્વ શ્રેષ્ઠ ઉદ્યોગકારો અને વ્યાપરીઓને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ ના હસ્તે  એવોર્ડ આપી બિરદાવમાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સુરત ની જાણીતી કંપની યુરો ફુડ ના મેનેજીંગ ડિરેક્ટર મનહર સાસપરા ઉપસ્થિત રહી એમની સક્સેસ જર્ની શેર કરી ઉધ્યોજકોને પ્રોત્સાહીત કર્યા હતા.

મેનેજમેન્ટ ગુરુ કંપની વિષે : મેનેજમેન્ટ ગુરુ ઉદ્યોગોની શ્રેણીમાં વ્યક્તિઓ અને સંસ્થાઓને ઉચ્ચ ગુણવત્તાની સલાહ અને કન્સલ્ટિંગ અને તાલીમ સેવાઓ પ્રદાન કરે છે. અમારો મુખ્ય ધ્યેય અમારા ગ્રાહકોને નિષ્ણાત સલાહ, વ્યવહારુ ઉકેલો અને સંપૂર્ણ તાલીમ સત્રો આપીને તેમની જરૂરિયાતો અને ધ્યેયો સાથે મેળ ખાતી લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરવાનો છે.

Exit mobile version