એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ: 15વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી!

સુરત, 16 ઓક્ટોબર 2025 :દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં “ઓનલી ધ બેસ્ટ” માટે પ્રતિબદ્ધ અગ્રણી નેત્રચિકિત્સા સંસ્થા એએસજી આઈ હોસ્પિટલ દિવાળી સીઝન માટે તેની વિશેષ પહેલની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. ઉત્સવ દરમિયાન ફટાકડાથી થતી દુર્ઘટનાઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ 15વર્ષથી ઓછી વયના બાળકોમાં ફટાકડાથી થયેલી આંખની ઈજાઓ માટે મફત તપાસ અને જરૂરી સર્જરી ઉપલબ્ધ કરાવી રહી છે. આ સેવા 15થી 24ઓક્ટોબર 2025દરમિયાન દેશભરના તમામ એએસજી આઈ હોસ્પિટલ સેન્ટરોમાં ઉપલબ્ધ રહેશે. ઉચ્ચ ગુણવત્તાવાળી અને સરળ સારવાર સુનિશ્ચિત કરવા માટે દર્દીઓને ફક્ત ફાર્મસી, એનિસ્થેશિયા અને ઓપ્ટિકલ સેવાઓના ખર્ચ ભરવા પડશે.

એએસજી આઈ હોસ્પિટલના ચીફ ઓપ્થલ્મોલોજિસ્ટ ડૉ. શૈલેન પટેલના જણાવ્યા મુજબ,દિવાળી દરમિયાન ફટાકડાથી થતી આંખની ઈજાઓ એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે, જે ઘણીવાર ગંભીર અને કાયમી દ્રષ્ટિહાનિનું કારણ બને છે. 2023ના રાષ્ટ્રીય આંકડા મુજબ, ભારતમાં2,000થી વધુ ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓના કેસ નોંધાયા હતા, જેમાંથી લગભગ 60%કેસ 15વર્ષથી ઓછી વયના બાળકોમાં હતા અને લગભગ 10%કેસ કાયમી દ્રષ્ટિ ગુમાવવાના હતા. આ આંકડા નબળા વર્ગોને સુરક્ષિત કરવા અને સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે. અભ્યાસો સૂચવે છે કે ઉત્સવની મોસમ દરમિયાન 20%સુધીની ઈમરજન્સી આંખની ઈજાઓ ફટાકડાથી થાય છે, જેમાંથી 30%પીડિત બાળકો 15વર્ષથી ઓછી વયના હોય છે અને લગભગ 85%પીડિત પુરુષો હોય છે. આ પહેલ એએસજી આઈ હોસ્પિટલની સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતા, સુરક્ષિત દિવાળી ઉજવણીને પ્રોત્સાહિત કરવા અને આપણા દેશના નાના બાળકોમાં દ્રષ્ટિહાનિ રોકવાના ધ્યેયને ઉજાગર કરે છે.

દિવાળી દરમિયાન આંખની ઈજાઓ અટકાવવા માટેની સલાહ

એએસજી આઈ હોસ્પિટલના નિષ્ણાતો ફટાકડાથી થતી આંખની ઈજાઓથી બચવા માટે નીચેના સુરક્ષા પગલાંની ભલામણ કરે છે:

તાત્કાલિક મદદ અથવા વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી ટોલ-ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરો:

મો. ૮૮૭૫૦ ૨૦૭૩૬

૧૮૦૦૧૨૧૧૮૦૪ (ટોલ ફ્રી)

Exit mobile version