ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘યોગા એટ હોમ વીથ ડિફરન્ટ હેલ્થ ઇશ્યુજ’વિશે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા યોગા ટ્રેનર પૂનમ બોડાવાલાએ વિવિધ શારીરિક સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગી યોગા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને સૌને યોગા કરાવ્યા હતા.
યોગા ટ્રેનર પૂનમ બોડાવાલાએ સૌપ્રથમ ગાયત્રી મંત્ર અને ત્રણ વખત ‘ઓમ’નો ઉચ્ચાર કરાવ્યો હતો. બધાને સૂર્ય નમસ્કાર કરાવ્યા બાદ તેમણે થાઇરોઇડ, સુગર, ડાયાબિટીસ, કમરનો દુઃખાવો, ઘુંટણનો દુઃખાવો, બેકપેન, ઓબેસિટી, આર્થરાઇટીસ તેમજ હાલમાં કોરોનાથી બચવા માટે ઓકસીજન લેવલ કેવી રીતે જાળવવું તેના માટે યોગાના વિવિધ આસનો કરી બતાવ્યા હતા. તેમણે તિબેટીયન સિન્ગીંગ બોલ થેરેપીથી મેડીટેશન પણ કરાવ્યું હતું.
આ અવેરનેસ સેશનમાં ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇ અને વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા તથા અન્ય મહિલા સભ્યો ઉપસ્થિત રહયા હતા.