સુરત: નેશનલ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે અદાણી હજીરા પોર્ટ દ્વારા ‘રાષ્ટ્રીય સલામતી સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કારીગરોમાં સેફટી વિશેની જાગૃતતા વધે તે માટે ટૂલ બોક્સ ટોક અને પ્રશ્નોત્તરીનું આયોજન કરી વિજેતા કારીગરોને ઈનામ વિતરણ કરાયું હતું. સાથોસાથ પોર્ટ પર ઉપસ્થિત કારીગરો અને ડ્રાઈવરોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. પોર્ટ પર દરેક સ્થળ ઉપર સેફટી પોસ્ટર લગાવવામાં આવ્યા આવ્યાં હતાં.
કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ડો. યુ.કે.ચક્રવર્તી દ્વારા આપત્તિ સમયના નિવારાત્મક પગલાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. પોર્ટ પર સુરક્ષા સેતુ કાર્યક્રમ દ્વારા પોર્ટના દરેક વિભાગના કર્મચારીઓને તેમની સાથે થયેલા અનુભવોની ચર્ચા કરવામાં આવી. તેની સાથે અનુપસ્થિત કર્મચારીઓ માટે સેફટી સ્ટાર લાઈવ ઓનલાઈન સ્પર્ધામાં નેશનલ સેફટીના વિષય ઉપર પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
આ પ્રસંગે શ્રી પ્રણવ ચૌધરી, સી.ઓ.ઓ જયરાજ, સેફટી વિભાગના વડાશ્રી રૂપેશ જાંબુડી અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ-સુરત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.