ચેમ્બર દ્વારા નિર્યાતકારોને ફોરેન એકસચેન્જ તથા વિવિધ બેન્કોના ફાયનાન્સ પ્રોડકટ વિશે માહિતગાર કરાયા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યસ બેંક સાથે મળીને મંગળવાર, તા. ર૧ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સુરતથી વિવિધ પ્રકારની પ્રોડકટનું એકસપોર્ટ તથા ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગ સાહસિકોને ફોરેન એકસચેન્જ તથા વિવિધ બેંકોના ફાયનાન્સ પ્રોડકટ વિશે જાણકારી મળી શકે તે હેતુથી ‘ફોરેન એકસચેન્જ, ડિફરેન્ટ બેન્કીંગ એન્ડ ફાયનાન્સ પ્રોડકટ’વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યસ બેંકના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ રિજીયોનલ પ્રોડકટ સેલ્સ મેનેજર સુરેશ લાલવાણી અને વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ પ્રોડકટ સેલ્સ મેનેજર રાકેશ બાલધા દ્વારા નિર્યાતકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરેશ લાલવાણીએ નિર્યાતકારો તથા આયાતકારોને ડોમેસ્ટીક માર્કેટમાં વેચાણ તથા અન્ય દેશોમાં એકસપોર્ટ કરવા માટેની યસ બેંકની પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદેશમાં એકસપોર્ટ તથા ત્યાંથી ઇમ્પોર્ટ માટે બેંકમાંથી કઇ રીતે અને કેટલું ફાયનાન્સ મળી શકે છે તે દિશામાં મહત્વની સમજણ આપી હતી. તેમણે ટ્રેડ ટ્રાન્જેકશન માટેના ડિજીટલ પ્રોડકટ અને ફોરેન એકસચેન્જ કન્વર્ઝન ઉપર વિશેષ ભાર મુકયો હતો.

રાકેશ બાલધાએ નિર્યાત તથા આયાત માટે ફાયનાન્સ અને જનરલ ફોરેન ટ્રેડ રેગ્યુલેશનની માહિતી આપી હતી. તેમણે એકસપોર્ટ પેકેજીંગ ક્રેડીટ, બીલ ડિસ્કાઉન્ટીંગ, ઇમ્પોર્ટ ફાયનાન્સમાં લેટર ઓફ ક્રેડીટ, લોન અગેઇન્સ્ડ ઇમ્પોર્ટ અને એસબીએલસી બેકટ ફન્ડીંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. રેગ્યુલેશનમાં તેમણે બીઆરસી, બીલ ઓફ એન્ટ્રી અને મર્ચન્ટ ટ્રેડની ઉદ્યોગ સાહસિકોને માહિતી આપી હતી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપકકુમાર શેઠવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું.

Exit mobile version