સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના પ્રચાર-પ્રસાર માટે SGCCI દ્વારા સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

13 અને 14મી માર્ચના રોજ સી.બી.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે મેચો

સુરત : સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના પ્રચાર અને પ્રસાર માટે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અસાઈન અને ચેકર ના સહયોગથી સુરતના આંગણે સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 13 અને 14 મી માર્ચના રોજ સાંજે 6:30 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન થશે.

આ અંગે માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા એ જણાવ્યું હતું કે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ડેવલપ કરી રહી છે જેમાં અસાઈન અને ચેકર નો સહયોગ મળી રહ્યો છે. ત્યારે આ બાબત વધુ થી વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે તે માટે સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડેરિંગ ડઝન ક્રિકેટ કલબ વચ્ચે આ મુકાબલાઓ થશે.

 

સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટ માં રમાનાર સેલિબ્રિટી ઓમાં પુનિત પંજવાની, મયુર મેહતા, મુદસિર ભટ, અક્ષય નન્જિયા, અનુપમ ભટ્ટાચાર્ય, બલરાજ સયાલ, અનુજ ખુરાના, દક્ષ અજિત સિંહ, શ્રેય તિવારી, વિશાલ સોની, દીલઝાનન વાડિયા, ભાવેશ લાખાણી, પુનિત સચદેવ, અંશુલ સિંહ, હિમાંશુ મહલોત્રા, વરુણ બડોલા, જય ભાનુશાલી, અભિષેક કપૂર, વરુણ રાવ, સુનીલ ખરબંદા, સૌવિક બેનર્જી, હરેશ કલકત્તા વાલા, શૈલેષ સપલે અને  સંતોષ જોશી સામેલ છે. ટુર્નામેન્ટનું આયોજન સી.બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનની સાથે અને ડાયરેક્ટર મયુર મેહતા દ્વારા અને સિંગર અજય થીમોન દ્વારા ગાયેલું, ‘તેરા હો ગયા હું’ સોન્ગનું RMનુ રિયલાઈઝ મ્યુઝીક દ્વારા સોન્ગનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.

Exit mobile version