જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું લોન્ચિંગ

સુરત: લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું સુરત જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટી (DLRC)ની મળેલી બેઠકમાં સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનો પ્લાન ક્લેક્ટરશ્રીના હસ્તે લોન્ચ કરાયો હતો.

બેઠકમાં અન્ય પ્રાયોરીટી સેક્ટર જેમ કે, એગ્રિકલ્ચર સેક્ટરમાં રૂા.૫૨૦૭, એમ.એસ.એમ.ઈ.સેક્ટરમાં રૂા.૧૫,૫૫૦, એજયુકેશનમાં રૂા.૩૪૧, હાઉસિંગમાં ૨,૯૦૨ અન્ય પ્રાયોરીટી સેકટર સહિત એમ કુલ રૂા.૨૫,૦૩૧ કરોડનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન આવતા વર્ષ-૨૦૨૧-૨૨ માટે જિલ્લાની અગ્રણી બેંકો દ્વારા બનાવવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં ૪૫ જેટલી અગ્રણી બેંકોની મળી ૮૯૭ જેટલી શાખાઓ આવેલી છે. તેમજ બેંક ઓફ બરોડા લીડ બેન્ક તરીકે કામગીરી કરે છે. જિલ્લામાં વર્તમાન વર્ષ દરમિયાન ૨૦,૭૯૨ કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે જિલ્લાની બેંન્કો દ્વારા ૧૪,૧૩૩ કરોડનું ધિરાણ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં આપવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં પ્રધાન મંત્રી જન ધન યોજના અંતર્ગત ૧૬,૨૭,૭૦૯ ખાતા ખોલવામાં આવ્યાં હતાં જે પૈકી મહિલાઓના કુલ ૬૪૨0૮૧ ખાતા છે અને ૮૩% આધાર સિડિંગ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

બીજી બાજુ સોશિયલ સિક્યોરિટી સ્કીમ અંતર્ગત ૩,૬૭,૨૯૭ લોકોએ PMJJBY યોજનાનો લાભ લીધો છે તથા ૭,૨૦,૩૫૭ લોકોએ જીવન સુરક્ષા વીમા યોજનાનો લાભ લીધો છે. પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત ૩૯,૬૩૫ લોકોને રૂ.૪૫૦ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, બેંક ઓફ બરોડાના ડી.આર.એમ.શ્રી સંજીવ શ્રીવાસ્તવ, નાબાર્ડના ડી.ડી.એમ.શ્રી પુરોહિત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજરશ્રી લાડાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામિત, લીંડ બેંક મેનેજરશ્રી રસીક જેઠવા સહિત વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version