ડ્રીલમેક એસપીએ ઓઈલ ડ્રીલીંગ રીગના ઉત્પાદન એકમ તરીકે ભારતમાં સ્થપાઈ રહેલા ગ્લોબલ હબમાં 200 મિલિયન યુએસ ડોલરથી વધુ મૂડીરોકાણ કરશે

આ મેન્યુફેકચરિંગ હબ અંદાજે 2500 લોકો માટે રોજગારીની તકો પૂરી પાડશે

ડ્રીલમેક એસપીએ, જેની ગણના ઓઈલ ડ્રીલીંગ રીગના ઉત્પાદન ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે થાય છે, તેમનું ભારતમાં ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ સ્થાપી રહી છે. કંપની તેના ઓઈલ ડ્રીલીંગ રીગના ઉત્પાદન એકમ તરીકે સ્થપાઈ રહેલા ગ્લોબલ હબમાં 200 મિલિયન યુએસ ડોલરથી વધુ મૂડીરોકાણ કરવામાં આવશે.

ગ્લોબલ મલ્ટીસેકટર જૂથ, મેઘા એન્જીન્યરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ લિમિટેડ (MEIL)ની પેટાકંપની ડ્રીલમેક એસપીએ (Drillmec SpA)આ એકમમાં મેન્યુફેકચરિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને લોકોને અદ્યતન તાલિમ આપતા ટેકનોલોજી સેન્ટરનો સમાવેશ કરાશે. ડ્રીલમેક અને તેલંગાણા સરકારના ઉદ્યોગ અને વાણિજય વિભાગ વચ્ચે તેલંગાણામાં ઓઈલ રીગ અને તેને આનુષાંગિક સાધનોના મેન્યુફેકચરીંગ માટેનુ ડ્રીલમેક ઈન્ટરનેશનલ હબ સ્થાપવા માટે સમજૂતીના કરાર થયા છે.

ડ્રીલમેક એસપીએના સીઈઓ શ્રી સિમોન ટ્રેવિસાની જણાવે છે કે અમે ભવિષ્યમાં ભારતમાં હાઈડ્રોજન ફ્યુઅલ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરવામાં રસ ધરાવીએ છીએ. હાઈડ્રોજન ઉત્પાદન હબમાં રીગ મેન્યુફેક્ચરીંગ અને આનુસાંગિક સાધનોમાં રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ એકમમાં સંશોધન અને વિકાસ તથા ટ્રેઈનિંગ સેન્ટર ફોર એક્સેલન્સ પણ સ્થાપવામાં આવશે. અમે ઈટલી, અમેરિકા (હ્યુસ્ટન) અને બેલારૂસમાં ત્રણ ઉત્પાદન એકમો ધરાવીએ છીએ. વિવિધ દેશોમાંથી મળેલી ઓફરોને ધ્યાનમાં લઈને અમે તેલંગણામાં હૈદ્રાબાદ ઉપર પસંદગી ઉતારી છે. ત્યાં પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ અને રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ સુવિધાઓ છે.

ડ્રીલમેક એસપીએ, ઓનશોર અને ઓફફશોર ઉપયોગીતા માટેની ડ્રીલીંગ અને વર્કઓવર રીગના ડિઝાઈન, ઉત્પાદન અને સપ્લાયમાં ગ્લોબલ લીડર છે અને સાથે સાથે છે તે એક્સલુઝિવ એન્જીન્યરીંગ ડેવલપમેન્ટ, સમયસર ડીલીવરી અને અસરકારક આફટર સેલ્સ સર્વિસનુ પ્રતિબિંબ પડે છે.

ડ્રીલમેક 600થી વધુ ડ્રીલીંગ રિગ સપ્લાય કરવાનો ઈતિહાસ ધરાવે છે. તેણે અનેક ઈનોવેટિવ ડિઝાઈન્સ વિકસાવી છે અને દુનિયાભરમાં તેની પેટન્ટસ મેળવી છે. ઈટલીના કાયદા મુજબ સ્થાપવામાં આવેલી આ કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ ઈટલીમાં પોડેન્ઝાનો ખાતે આવેલી છે. MEIL ગ્રુપે આ કંપની વર્ષ 2020માં હસ્તગત કરી હતી.

ડ્રીલમેક એસપીએ અને તેલંગાણા સરકારના ઉદ્યોગ અને વાણિજય વિભાગે ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરિંગ એકમ સ્થાપવા માટે સ્પેશ્યલલ પર્પઝ વ્હીકલ (એસપીવી) ની રચના કરશે.

આ પ્રસંગે વાત કરતાં શ્રી કે. ટી રામારાવે જણાવ્યું હતું કે ડ્રીલમેક હૈદ્રાબાદમાં તેનું ઉત્પાદન એકમ સ્થાપી રહ્યું છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને તેમને આવકારીએ છીએ. રાજ્ય સરકાર તેલંગણાને ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ રાજય બનાવવા માટે કટિબધ્ધ છે. અમે શક્ય તેટલા વહેલા જમીન અને નાણાંકિય પ્રોત્સાહનો સુપરત કરીશું. રાજ્યમાં યુવા પેઢીને નોકરીઓ મળશે તેનાથી અમે ખુશ છીએ. અમે ડ્રીલમેકને વિનંતી કરી છે કે તેલંગણામાં તે સંપૂર્ણ રીગ ઈકો-સિસ્ટમ લાવે.

ડ્રીલમેક ઈન્ટરનેશનલના સીઈઓ ઉમા મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે હૈદ્રાબાદમાં ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબના નિર્માણ માટે આ સમજૂતિના કરાર એ પ્રથમ કદમ છે અને તેનાથી વિશ્વના બજારોની જરૂરિયાતો પૂરી થશે અને અમારી પાસે ઓર્ડર બુકમાં 1 બિલિયન ડોલરના ઓર્ડર છે.

ડ્રીલમેક એસપીએના સીઈઓ શ્રી સિમોન ટ્રેવિસાની અને તેલંગાણા સરકારના ઉદ્યોગ અને ઔદ્યોગિક પ્રોત્સાહન વિભાગના સચિવ શ્રી જયેશ રંજને આ સમજૂતીના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

ડ્રીલમેક એસપીએના પ્રતિનિધિ જણાવે છે કે તેલંગાણા સરકાર સાથે કામ કરવામાં અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ. આ ઉત્પાદન એકમથી દેશમાં ઉર્જા સુરક્ષાની ખાતરી પ્રાપ્ત થશે.” અમને વિશ્વાસ છે કે આ મેન્યુફેકચરિંગ હબ અંદાજે 2500 લોકો માટે રોજગારીની તકો પૂરી પાડશે.”

Exit mobile version