મતદાર ઓળખપત્ર ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા ૧૪ માન્ય દસ્તાવેજો રજૂ કરી મતદાન કરી શકાશે

સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાIપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.

૧) આધાર કાર્ડ
૨) ફોટા સાથેનો પાસપોર્ટ
૩) પાન કાર્ડ
૪) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તસ્ફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ઓળખકાર્ડ
૫) નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) સ્કીમ હેઠળનું સ્માર્ટ કાર્ડ
૬) કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા અપાયેલું સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ
૭) ડ્રાઇવિંગ લાયસન્સ
૮) પેન્શન પ્રમાણપત્રો જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/ પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકોની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉંમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર
૯) હથિયાર લાયસન્સ
૧૦) પબ્લિક સેકટર બેંકો અને પોસ્ટ ઓફિસની ફોટા સાથેની પાસબુક.
૧૧) સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગ પ્રમાણપત્ર
૧૨) રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજનાનું ફોટો જોબ કાર્ડ
૧૩) કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકાર્ડ
૧૪) અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર

નોંધ: ક્રમ ૦૭ થી ૧૪ સુધીના પુરાવા ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલા હોવા જોઈએ.

Exit mobile version