ઓલપાડ ખાતે ‘‘ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને પાંક સંરક્ષણ’’ અંગે ખેડુત તાલીમ શિબિર યોજાઈ

ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં શ્રેષ્ઠ સમય છેઃ કૃષિ વૈજ્ઞાનિક સુનિલ ત્રિવેદી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ખરીફ ઋતુમાં મુખ્ય પાક એવા ડાંગરની ખૂબ મોટાપાય ખેતી થાય છે. ફેરરોપણી આધારિત ડાંગરની ખેતીમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો અગ્રેસર છે. ડાંગરની ખેતીમાં મુખ્ય ઘટક એવા ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં ખુબજ યોગ્ય સમય છ. ડાંગરનું ધરૂ તૈયાર થયા પછી સમયસરની ફેરરોપણી જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં થતી હોય છે ડાંગરની નફાકારક ખેતી માટે સમયસર કરવાના થતા ખેતી કાર્યો અને પાક સંરક્ષણના પગલાઓ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

નવસારી કૃષિ યુનિ.સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડુતોને માહિતગાર કરવા માટે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ડાંગરમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિષય ઉપર ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે બરબોધન ગામના વતની અને માજી ધારાસભ્યશ્રી ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે કૃષિ વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓની તથા કૃષિ યુનિ.ના ઉત્પાદિત બાયોફર્ટીલાઈઝર્સ, નોવેલના ઉપયોગની વિગતો આપી હતી. વૈજ્ઞાનિક શ્રી સુનિલ ત્રિવેદીએ ડાંગરના ધરૂવાડિયું તૈયાર કરવા, ડાંગરની જાતો, ખાતર, નિદામણ અંગેની તથા રાકેશભાઈ પટેલ જીવાત નિયંત્રણની વિગતો આપી હતી. કૃષિ વિજ્ઞાન કન્દ્ર સુરત ખાતે જિલ્લા કૃષિ હવામાન એકમ કાર્યરત છે. જે અંતર્ગત પ્રોફેસર અભિનવ પટેલ હવામાનની આગોતરી જાણકારી મેળવવી અને તેની ખેતીપાકોમાં લેવામાં પગલાઓથી ખેડુતોને માહિતગાર કર્યા હતા. આ વેળાએ બરબોધન તથા આસપાસના ખેડુતોએ બહોળી સંખ્યામાં તાલીમ શિબરનો લાભ લીધો હતો.

Exit mobile version