સુરતની બ્રેડલાઇનર બેકરી દ્વારા 48 ફૂટ લાંબી રામસેતુ કેક બનાવાઈ, સંકલ્પ લેનાર ને નિશુલ્ક અપાશે

બ્રેડલાઇનર બેકરી દ્વારા હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન

• 48 ફૂટ લાંબી રામસેતુ કેક બનાવાઈ, સંકલ્પ લેનાર ને નિશુલ્ક અપાશે

• રામ મંદિર નિર્માણ નિધિમાં સ્ટાફ એક દિવસનો પગાર સમર્પિત કરશે તો 12 મી ફેબ્રુઆરી ના રોજ પ્રત્યેક ગ્રાહક ના બિલ ચુકવણી માથી 48 રૂપિયા પ્રમાણે ભેગી થયેલી રકમ કંપની અર્પિત કરશે

સુરત : અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા રાષ્ટ્ર મંદિર એટલે કે રામ મંદિરના નિર્માણ માટે દેશવાસીઓ પોતપોતાની રીતે ફાળો આપી રહ્યા છે ત્યારે સુરતની બ્રેડ લાઇનર બેકરી દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે. બ્રેડ લાઇનર દ્વારા 11 મી થી 16મી ફેબ્રુઆરી સુધી ‘ હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે અને તેના થકી રામ મંદિર નિર્માણ નિધિ માં પોતા નું સમર્પણ આપશે. વિશેષ બાબત એ છે આ અભિયાન અંતર્ગત આજ રોજ રામસેતુ થી સંકલ્પ સેતુ થીમ પર કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં 48 કિમી લાંબા રામ સેતુ ના પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે અને આ કેક 16મી ફેબ્રુઆરી સુધી જે પણ વ્યક્તિ સંકલ્પ લઈ વિડિયો બનાવશે તેને નિશુલ્ક આપવામાં આવશે. એટલું જ નહીં પણ 24 સામાજિક અગ્રણીઓ દ્વારા 48 દીપ પ્રગટાવી રાષ્ટ્ર ને પ્રકાશમય કરાશે.

બ્રેડ લાઇનર ના ડાયરેકટર નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રામ આજે દેશની આસ્થા, પ્રેમ, શૌર્ય, ધર્મ છે, ત્યારે રામ જન્મ ભૂમિ ખાતે ભવ્ય રામ મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે આપણા માટે ગૌરવની લાગણી કહી શકાય અને આ જ લાગણી અને રામ પ્રત્યેની આસ્થા વધુમાં વધુ દૃઢ બને તે માટે બ્રેડ લાઇનર દ્વારા 11મી ફેબ્રુઆરી થી 16મી ફેબ્રુઆરી સુધી હર કદમ રામ કે નામ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બ્રેડ લાઇનર ના તમામ સ્ટાફ એક દિવસનો પગાર એટલે કે 1,01111/ રૂપિયા રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરશે. સાથે જ 12મી ફેબ્રુઆરી ના રોજ જેટલા પણ ગ્રાહકોએ ખરીદી કરી તે તમામ ગ્રાહકોની બિલની ચુકવણી માથી પ્રતિ બિલ 48 રૂપિયા પ્રમાણે જે રાશિ ભેગી થઈ તે 111111/ રાશિ પણ રામ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આજ રોજ રામસેતુ ના પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. આ કેકની વિશેષતા એ છે કે રામસેતુ 48 કિમી નો હતો એટલે પ્રતિક રૂપે 48 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. આ કેક પર શ્રી રામ ભગવાનના જે 16 ગુણ હતા તે લખવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ 16 પૈકીનો કોઈ એક ગુણ પોતાના જીવનમાં અંગીકાર કરવાનો સંકલ્પ લે અને આ સંકલ્પ લેતી વખતનો વિડિયો બનાવી ને બ્રેડ લાઇનર ને મોકલે.

16મી ફેબ્રુઆરી સુધી વિડિયો મોકલનાર પ્રથમ 1084 વ્યક્તિઓને 400 ગ્રામ રામ સેતુ કેક નિશુલ્ક આપવામાં આવશે. આજ રોજ બ્રેડ લાઇનર ખાતે રામ સેતુ થી સંકલ્પ સેતુ થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 24 જેટલા સામાજિક અગ્રણીઓએ 48 દીપ પ્રગટાવી રાષ્ટ્રને પ્રકાશમય કર્યું હતું અને તેમણે પણ સંકલ્પ લીધો હતો. સાથે જ આ કેકને કટ કરવામાં આવી ન હતી અને ભારત દેશ જોડવાનું કાર્ય કરે છે નહીં કે તોડવાનું એ સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસા અને રામ ચોપાઈઓનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રેડ લાઇનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે થી બ્રેડ લાઇનર ના દરેક આઉટલેટ પર રામસેતુ કેક ખરીદી માટે ઉપલબ્ધ હશે.

Exit mobile version