SGCCI દ્વારા પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશન વર્કશોપ અંતર્ગત કલ્પેશ દેસાઇએ વિવિધ પ્રકારના વકતવ્ય વિશે વિસ્તૃત માહિતી આપી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમના ભાગરૂપે દસ દિવસીય પાવર ઓફ પબ્લીક સ્પીકિંગ એન્ડ કોમ્યુનિકેશનના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ચેમ્બરની એચ.આર. એન્ડ ટ્રેનીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કમિટીના કો–ચેરમેન તેમજ મોટીવેશનલ સ્પીકર કલ્પેશ દેસાઇએ વિવિધ પ્રકારના વકતવ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કલ્પેશ દેસાઇએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારના વકતવ્યમાં ખાસ કરીને એકસટેમ્પર, સ્ક્રીપ્ટેડ અને ઇન્સ્ટન્ટ સ્પીચનો સમાવેશ થાય છે. ફંકશનમાં સ્વાગત પ્રવચન કેવી રીતે કરવું? તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. મહેમાનનો પરિચય કેવી રીતે આપવો? તે અંગે માહિતી આપી હતી. કોઇના તરફથી આપણને ઇનામ મળ્યું હોય અથવા સન્માન આપવામાં આવે તો એકસપ્ટન્સ સ્પીચ કેવી હોવી જોઇએ? તે વિશેની સમજણ આપી હતી.

તેમણે કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને આમંત્રિત મહેમાનો તેમજ પ્રેક્ષકોને કેવી રીતે આવકાર આપવો? તે અંગે પણ સમજણ આપી હતી. વકતવ્ય માટે જે વિષય આપેલો હોય છે તે વિશેનું વકતવ્ય સાંભળી શ્રોતાઓ કેવી રીતે પ્રોત્સાહિત થાય તે દિશામાં કરવામાં આવતા પ્રયાસ વિશે મહત્વની સમજણ આપી હતી. કોઇ ફંકશન કે મિટીંગમાં અચાનક આપણને બોલવા માટે કોઇ આગ્રહ કરે તો તે પરિસ્થિતિમાં આપણું વકતવ્ય કેવું હોવું જોઇએ તે ચેમ્બરના સભ્યોને ડેમો આપી પ્રેકટીકલી બતાવી શીખવ્યું હતું.

Exit mobile version