માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ માં પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ મા પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”નો ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા સામાજિક કાર્યકર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી કાનુભાઈ ટેલરની પ્રેરણાદાયી હાજરી રહી.

આ કાર્યક્રમમાં શ્રીકૃષ્ણના જીવનના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને વિશેષ રજૂઆત દ્વારા રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા આપેલ આકર્ષક પ્રદર્શનોને શાળાના ડિરેક્ટર શ્રી રાજીવ સિંહ અને તેમની ટીમના અવિરત પ્રયાસો હેઠળ સફળ બનાવવામાં આવ્યા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રભાવશાળી પ્રદર્શનો આપ્યા, જેના કારણે માતા-પિતાઓ અને મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા.

આ કાર્યક્રમને હાજર રહેલા બધા જ મહેમાનો તરફથી ખૂબ જ વખાણ મળ્યા, જેમાં માતા-પિતાઓએ પોતાના બાળકોના પ્રતિભા અને મૂલ્યોને વિકસાવવા માટે શાળાના પ્રયાસોની પ્રશંસા કરી.

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, શ્રી કાનુભાઈ ટેલર, તમામ માતા-પિતા અને શુભેચ્છકોનો આભાર માને છે, જેમણે તેમના સતત ટેકાથી આ સમારંભ સફળ બનાવ્યો.

Exit mobile version