તા.૧૬ થી ૨૮ ફ્રેબ્રુ. દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે

સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર તા.૧૬ થી ૨૮ ફ્રેબ્રુ. દરમિયાન રાત્રિકર્ફ્યું રહેશે, જેમાં ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ કલાક સુધી સુરત શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં. કેટલીક નિયત કરાયેલી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને ઉપરોકત હુકમ પાલનમાંથી મુકિત આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version