હવે ઉદ્યોગોને સફળ થવું હશે તો ઇન્ડસ્ટ્રી ૪.૦ નો સહારો લેવો આવશ્યક બની જશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઇન્ડસ્ટ્રી ૪.૦ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની ઇન્ડસ્ટ્રી ૪.૦ કમિટીના ચેરમેન જોય શાહ દ્વારા ઉદ્યોગ સાહસિકોને ઇન્ડસ્ટ્રી ૪.૦ વિશે માહિતી આપવામાં આવી હતી.

જોય શાહે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી ૪.૦ એટલે ઉદ્યોગોનું ભવિષ્ય. આ એક ચોથું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન છે અને ઘણા ઝડપથી વિવિધ સેકટરમાં આવી રહ્યું છે. તેમણે ઇન્ડસ્ટ્રી ૪.૦ ના છ પીલર જેવા કે આઇઓટ અને સેન્સર્સ, કનેકટીવિટી અને કલાઉડ કોમ્પ્યુટીંગ, બિગ ડાટા એનાલિટીકસ, બ્લોક ચેઇન, સાયબર સિકયુરિટી તેમજ એ.આઇ/એમ.એલ. વિગેરે વિશે જાણકારી આપી હતી.

તેમણે કહયું હતું કે, તમારા મોબાઈલ ઉપર ડાટા મળે તે ઇન્ડસ્ટ્રી ૪.૦ ની શરૂઆત છે. તેને પ્રિસ્ક્રીપ્ટીવ એનાલિટીકસ અને ઓરોનોમસ ઓપરેશન સુધી લઈ જવા માટે આગ્રહ રાખવો જોઈએ. તેમણે ઇન્ડસ્ટ્રી ૪.૦ ના બેનીફીટ્‌સ, યુઝર્સ એકસપેકટેશન, કોન્સ્ટ્રેન્ટ્‌સ અને વેલ્યુ ડ્રાઇવર્સ વિશે ઉદ્યોગ સાહસિકોને સમજણ આપી હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ ઉપરોકત સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે ચેમ્બરની ઇન્ડસ્ટ્રી ૪.૦ કમિટીના કો–ચેરમેન  કુન્તેશ રાદડીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version