દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

સુરત. તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ : ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન (રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટ એ સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસી ની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણુક કરી છે.

રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બીઝનેસમેન વિકુંજ આંબલીયાના જણાવ્યા મુજબ, અમોએ સુરતમાં યોજાયેલ યાર્ન એક્ષ્પોમાં રાકેઝનો સ્ટોલ મુકેલ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેઝ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોઈ તેઓની વાતને ધ્યાનમાં રાખી આજરોજ અમોએ ઓગસ્ટ મહિનામાં એક નિ:શુલ્ક સેમીનારનું આયોજન પણ કર્યું હતું. જેમાં ગુજરાતના ૨૦૦ થી વધુ વેપારીઓ આ સેમિનારમાં જોડાયા હતા. અને આ સેમિનારમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાની રાકેઝ ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડાઈ શકે છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

સ્ફીરા માથુર (સીનીઅર ગવર્ન્મેન્ટ ઓફિસર ઓફ રાકેઝ) તથા અભિજિત પન્ધારે (ઓફિસર ઓફ રાકેઝ)ના જણાવ્યા મુજબ, અમો તા. ૧૮ થી ૨૦ સપ્ટેમ્બર સુધી સુરતમાં રોકાણ કરનાર છીએ. જેમાં આજરોજ ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬ વાગે ગુજરાતના વેપારીઓ સાથે હોટેલ એમોર ખાતે એક સેમીનારનું આયોજન કરેલ છે તેમાં મુસ્તફા શેખર (ડાયરેક્ટર ઓફ રાકેઝ) પણ લાઈવ કોલથી જોડાશે. ત્યારબાદ ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર બે દિવસ દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) માં વેપાર ધંધો કરવા ઈચ્છતા ૫૦ થી પણ વધારે કોમર્શીયલ, એજ્યુકેશનલ, ઈ-કોમર્સ, જનરલ ટ્રેડીંગ, ઈન્ડીવિજ્યુઅલ/ પ્રોફેશનલ, ઇન્ડસ્ટીયલ, મીડિયા વિગેરે જેવા અલગ અલગ ક્ષેત્રના વેપારીઓ સાથે વન ઓન વન મીટીંગ કરી સુરતમાંથી જ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. અમો સાથે વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેઝ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો-વર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફીસ, લેન્ડ, સલામતી વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેઝ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૦ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે.

Exit mobile version