ગ્રીનમેન વિરલ દેસાઈની પર્યાવરણ સુરક્ષાની ઝૂંબેશ સાથે જોડાયા અટલ સંવેદના કોવિડ સેન્ટરના દર્દીઓ

સુરત : સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે છેડાયેલી વિશ્વવ્યાપી મુહિમ ‘ટ્રી ગણેશા ઈચ વન પ્લાન્ટ વન’માં ‘અટલ સંવેદના’ કોવિડ સેન્ટરના દર્દીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સુરતના માનનીય તેમજ વિઝનરી ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરણાથી ચાલતા આ કોવિડ સેન્ટરના દર્દીઓએ સો તુલસીના રોપા સ્વીકાર્યા હતા અને પોતાના સ્વજનો પાસે એ પ્લાન્ટ્સનું વાવેતર કરાવ્યું હતું. ‘ટ્રી ગણેશા ઈચ વન પ્લાન્ટ વન’ મુહિમને વેગ આપવા હેતુથી ગ્રીનમેન વિરલ દેસાઈ તેમજ રોટરી ક્લબ ઓફ ઉધનાના વિશાલ મરચંટ, આસિસ્ટન્ટ કમિશ્નર ગાયત્રી જરીવાલા, મનિષ નાયક, નિરાલી નાયક, સંતોષ પ્રધાન, સુનેત્રા પ્રધાન તેમજ કૈલાશ સોલંકી વિશેષરૂપે અટલ કોવિડ સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓને તુલસીના રોપાનું વિતરણ કરી પર્યાવરણ સુરક્ષાની ઝૂંબેશનું મહત્ત્વ સમજાવ્યું હતું.

‘અટલ સંવેદના’માં થઈ રહેલી કામગીરી જોઈને ગ્રીનમેન વિરલ દેસાઈએ જાહેરાત કરી હતી કે અહીંથી જેટલા દર્દીઓ સ્વસ્થ થશે એમના માનમાં તેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેઓ ‘ટ્રી ગણેશા ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટને વેગ આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘હર્ષભાઈ સંઘવીએ કોવિડની સામે જે મોરચો માંડ્યો છે એ અત્યંત પ્રશંસનીય છે. એક લોકનેતા તરીકે તેમની આવી પ્રતિદ્ધતા કાબિલેતારીફ છે. કોવિડની સામેની તેમની આ લડતમાં હું પણ મારા સ્તરનું યોગદાન આપું છું. એ અંતર્ગત અટલ સંવેદના કેન્દ્રનમાં જેટલા પેશન્ટ્સ સારા થશે એટલા વધુ વૃક્ષો હું ‘ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટમાં વધુ રોપીશ. આખરે કોવિડે આપણને એ પણ સ્પષ્ટ કરી આપ્યું છે કે પર્યાવરણ સુરક્ષા એ આપણી પ્રાથમિકતા છે કારણ કે પર્યાવરણ સ્વસ્થ હશે તો જ આપણે પણ સ્વસ્થ રહી શકીશું અને આપણી આવનારી પેઢીને સારા ગ્રહની ભેટ ધરી શકીશું.’ આ માધ્યમથી વિરલ દેસાઈએ અન્ય લોકોને પણ તેમની ‘ટ્રી ગણેશા ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટ સાથે જોડાવાની અપીલ હતી. તેમણે જાણવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમની આ ચળવળ સાથે જોડાઈ શકે છે.

Exit mobile version