SGCCI દ્વારા ભારત સરકારના નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં વર્લ્ડ સ્કીલ્સ ઇન્ડિયાના સિનિયર હેડ જયકાંત સિંઘ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં વર્લ્ડ સ્કીલ્સ ઇન્ડિયાના સિનિયર હેડ જયકાંત સિંઘ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઉદ્યોગકારોને સરકારની સ્કીલ ડેવલપમેન્ટ વિશેની વિવિધ સ્કીમો અંગે વિસ્તૃત માહિતી આપી જુદા–જુદા ઉદ્યોગોને સ્કીલ મેન પાવર કેવી રીતે મળી શકે તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

જયકાંત સિંઘે જણાવ્યું હતું કે, હાલ ટેકનોલોજીમાં જબરજસ્ત બદલાવ આવી રહયો છે. એવા સંજોગોમાં સુરતમાં ઇમર્જીગ સેકટર શરૂ કરવામાં આવે તો ઉદ્યોગોને ઘણો લાભ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ધમધમતા ટેકસટાઇલ, એપેરલ, ડાયમંડ અને કન્સ્ટ્રકશન વિગેરે ઉદ્યોગોમાં કામ કરી શકે તે માટે સ્કીલ મેન પાવરને તૈયાર કરી શકાય છે. ભારત સરકારની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સુરતમાં કોર્પોરેટ સેકટરને પાર્ટનર બનાવીને કેવી રીતે સ્કીલ ડેવલપમેન્ટના સેન્ટર શરૂ કરી શકાય છે તે દિશામાં મહત્વની ચર્ચા કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ હેઠળ અનોખા અજોડ એપ્રેન્ટીસશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ તાલીમ કાર્યક્રમથી સહભાગીઓ આવશ્યક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરીને જુદા–જુદા ક્ષેત્રમાં આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાથી કામ કરી શકે છે. ઓલમ્પિકની જેમ વિશ્વ કક્ષાએ સ્કીલની પણ કોમ્પીટીશન થતી હોય છે ત્યારે ભારત આ કોમ્પીટીશનમાં કેવી રીતે ભાગ લઇ શકે તે અંગે પણ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ સેશનમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું અને ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ જયકાંત સિંઘનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં સ્ટેટ એન્ગેજમેન્ટ– ગુજરાતના રાકેશ કુમારે પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Exit mobile version