SGCCI દ્વારા ‘લિડીંગ ઇન અ વુકા વર્લ્ડ’ વિષય ઉપર વેબિનારનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘લિડીંગ ઇન અ વુકા વર્લ્ડ’ વિષય ઉપર ઝૂમ એપના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન નેવીના કોમોડોર શ્રીરામ શ્રીનિવાસન (વેટરન) અને કમાન્ડર નિનાદ ફતારફેકર (વેટરન)એ રીયલ લાઇફ એકઝામ્પલ્સ આપીને ઉદ્યોગ – ધંધાને કેવી રીતે ડેવલપ કરી શકાય? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ઇન્ડિયન નેવીના કોમોડોર શ્રીરામ શ્રીનિવાસન (વેટરન)એ વુકા રેડી એન્ટીટી અને વુકા રેડી ટીમ વિશે મહત્વની માહિતી આપી હતી. તેમણે અગહબ એટલે વોલેટીલિટી (ક્ષણિકતા), અનસર્ટેનિટી (અનિશ્ચિતતા), કોમ્પ્લેકસીટી (જટીલતા) અને એમ્બીગ્યુટી (અસ્પષ્ટતા) વિશે વ્યવસાયિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ ચારેય બાબતો વ્યવસાયમાં કેવી રીતે નવી તકો ઉભી કરે છે તે અંગે સૈન્યના વિવિધ ઓપરેશનના દાખલાઓ આપીને સમજણ આપી હતી.

કમાન્ડર નિનાદ ફતારફેકર (વેટરન)એ વુકા રેડી લીડર વિશે માહિતી આપી હતી. કોઇપણ સંસ્થાને મજબુત બનાવવા માટે ટીમ લીડર અને ટીમમાં કયા પ્રકારના ગુણ હોવા જોઇએ તે વિશે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. હાય ઇમ્પેકટ ટીમ અને નવી પેઢીના લીડર્સ કેવા હોવા જોઇએ તે અંગે માહિતી આપી હતી. સાથે જ ઉદ્યોગકારોને વ્યવસાયમાં નવી દિશાઓ શોધવા અને મેનેજમેન્ટ માટે નવો અભિગમ અપનાવવા જરૂરી સમજ પણ આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રીએ કાર્યક્રમની રૂપરેખા આપી વકતાઓનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના સભ્ય સંજીવ ગાંધીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version