મહાનગરપાલિકાની ચુંટણી માટે સુરત ચૂંટણીતંત્ર સુસજ્જ

ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

વોર્ડ નં.૦૨ માં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો જ્યારે વોર્ડ નં.૧૫ માં સૌથી ઓછા ૮૪,૬૪૬ મતદારો

સુરત: મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન શાંતિપૂર્ણ, સરળતાપૂર્વક અને કોરોના માર્ગદર્શિકા અનુસાર થાય તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ છે. શહેર ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાની તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા-એ, વરાછા-બી, કતારગામ અને રાંદેર ઝોનના કુલ ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકોની ચૂંટણી યોજાશે.
શહેરમાં મતદાન માટે ૯૬૭ બિલ્ડીંગ અને ૩૧૮૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. દરેક મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૩૨ મતદારો નોંધાયા છે. વોર્ડ નં.૦૨ માં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો છે, જ્યારે સૌથી ઓછા ૮૪,૬૪૬ મતદારો વોર્ડ નં.૧૫ માં છે. તા.૨૦મીના રોજ ૩૦ વોર્ડમાં ૧૫ આર.ઓ. અને પોલિંગ સ્ટાફ ફરજ બજાવવા ફરજના સ્થળે રવાના થયા હતાં. મતદાન માટે પ્રત્યેક મતદાન મથકમાં સરેરાશ ૧૪૦૦ મતદારોની ગણતરી કરતાં જરૂરી ઈ.વી.એમની વ્યવસ્થા પણ કરાઈ છે. જેમાં ૧૦% રિઝર્વ તથા ૫% તાલીમ માટેના ઈ.વી.એમ સહિત ૩૬૯૦ કંટ્રોલ યુનિટ, ૭૨૪૦ બેલેટ યુનિટ, જિલ્લામાં ઉપલબ્ધ વર્કીંગ કન્ડીશનમાં હોય તેવા ઈ.વી.એમ.માં ૪૦૦૦ કંટ્રોલ યુનિટ અને ૮૦૦૦ બેલેટ યુનિટ તેમજ વધારાના ૩૧૦ કંટ્રોલ યુનિટ અને ૭૬૦ બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Exit mobile version