સુરત આરટીઓ દ્વારા ચારચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન રિ-ઓક્શન થશે

તા.૦૮ થી ૧૧ માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
સુરતઃ સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર ચક્રીય વાહનોના GJ05.RC, GJ05.RD, GJ05.RE, GJ05.RF, GJ05.RG, GJ05.RH, GJ05.RJ, GJ05.RK, GJ05.RL અને GJ05.RM સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન રિ-ઓક્શન શરૂ કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૦૮ થી ૧૧ માર્ચ,૨૦૨૧ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૧૧ માર્ચના રોજ બપોરે ૨.૦૦ થી તા.૧૨ માર્ચના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.
તા.૧૫મી માર્ચ.ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે. અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ્દ કરવામાં આવશે તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.
Exit mobile version