સુરતના કૃણાલ મહેતાએ ઇટી એસેન્ટ એવોર્ડ્સમાં આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો

સુરતઃ ગુજરાત સ્થિત પ્રીમિયમ વેલ્થ મેનેજમેન્ટ કંપની મહેતા વેલ્થના MD અને CEO કુણાલ મહેતાએ ઇટી એસેન્ટ બિઝનેસની લીડર ઓફ ધ યર એવોર્ડ્સ 20મી ગ્લોબલ એડિશનમાં એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો  એવોર્ડ જીત્યો છે. 

મુંબઈમાં તાજ લેન્ડ્સ એન્ડ ખાતે તાજેતરમાં યોજાયેલ ઇટી એસેન્ટ એવોર્ડ સમારોહ વિશ્વભરના અગ્રણી કોર્પોરેટ નેતાઓને એક મંચ પર એક સાથે લાવે છે. ઇટી એસેન્ટ એવોર્ડ્સ વિવિધ કેટેગરીમાં લગભગ 200 કોર્પોરેટ દ્વારા નોમીનેશન ભરવામાં આવ્યા હતા. તે પૈકી સુરત સ્થિત મહેતા વેલ્થ લિમિટેડના સીઈઓ શ્રી કૃણાલ મહેતા હતા, જેમને સંબંધિત 17મી ફેબ્રુઆરીના રોજ બ્રિલિયન્ટ જ્યુરી દ્વારા એવોર્ડ માટે શ્રેષ્ઠ નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો  એવોર્ડ આપવામાં અઆવ્યો હતો. 

મુંબઈમાં યોજાયેલી સમિટમાં મહિન્દ્રા ગ્રુપ, આઈઆઈએફએલ, આઈબીએમ ઈન્ડિયા, પ્રભુદાસ લીલાધર, ઝાયડસ ઝાયડસ વગેરે જેવા કોર્પોરેટ દિગ્ગજો સાથે મહેતા વેલ્થ લિમિટેડના સીઈઓ શ્રી કૃણાલ મહેતા ઉપસ્થિત હતા.  આ માત્ર મહેતા વેલ્થની ટીમ માટે જ નહીં પરંતુ સુરત શહેર માટે પણ ગૌરવની ક્ષણ હતી.મહેતા વેલ્થને વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે તેના સતત અગ્રેસર પ્રયાસોના પરિણામે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  કંપની HNI અને અલ્ટ્રા HNIને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, સ્ટાર્ટ-અપ બુસ્ટીંગ અને સંપૂર્ણ નાણાકીય ઉકેલ ની સેવા પ્રદાન કરે છે.  સુરતમાં દર વર્ષે યોજાતી પ્રતિષ્ઠિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પાછળ શ્રી કુણાલ મહેતાનું મગજ છે. આ કોન્ફરન્સમાં સુરત, મુંબઈ અને દેશના અન્ય શહેરોમાંથી અગ્રણી રોકાણકારો અને નામાંકિત વક્તાઓ હાજરી આપે છે. આ પ્રસંગે કુણાલ મહેતાએ કહ્યું કે તમારી જાતને મર્યાદિત ન કરો – યાદ રાખો કે તમે જે ધારો છો તે પ્રાપ્ત કરી શકો છો.

Exit mobile version