સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ ૧૫ લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે

વાર્ષિક ૧૪,૬૦૦ મિલિયન મીટર કાપડ સાથે ૧૦.૫૦ લાખ મેટ્રિક ટન યાર્નનું ઉત્પાદન

સુરત: સુરતનો કાપડ ઉદ્યોગ આજે ૧૫ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે રોજગારી આપી રહ્યો છે. અહીં વર્ષે દહાડે અંદાજિત ૧૪,૬૦૦ મિલિયન મીટર કાપડ અને ૧૦.૫૦ લાખ મેટ્રિક ટન યાર્નનું ઉત્પાદન થાય છે. સુરત હીરાપોલિશિંગ અને જરીના ઉદ્યોગ સાથે કાપડ ઉત્પાદનમાં અવ્વલ સ્થાન મેળવી રહ્યું છે. જેના કારણમાં અહીંના ઉદ્યોગકારો બદલાતી ફેશનને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ કરે છે.

સુરતનો સૌથી મોટો ઉદ્યોગ કાપડ વણાટ (જરી, કિનખાબ, રેશમ અને અન્ય) તેમજ અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. હીરા, મોતી, ઝવેરાત અને જરીના ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્કઅ પાવરલૂમ્સ્ અને મિલોનો ઘણો વિકાસ થયો છે. ભારતના ૬૫ ટકા મેનમેડ ફાઈબરનું ઉત્પાદન એકલું સુરત કરે છે. સુરતમાં વર્ષ ૧૯૬૦ થી પોલિયેસ્ટર ઉદ્યોગમાં સુરતે કાઠું કાઢ્યું અને ધીરે ધીરે ડાઈંગ, પ્રિન્ટીંગ, યાર્ન મેન્યુફેક્ચરીંગ, એમ્બ્રોયડરી ડિઝાઈનિંગ, નેટ ફેબ્રિકસ, ટેકનિકલ ટેક્ષટાઈલમાં સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગે નામના મેળવી છે. યુરોપ અને ચીનમાં સારી ટેકનોલોજી ધરાવતી ટેક્ષટાઈલ મશીનરીને આયાત કરવામાં આવે છે.

સુરતનું વિશાળ ટેક્ષ્ટાઈલ માર્કેટ એશિયાભરમાં કાપડ ઉદ્યોગ માટે વિખ્યાવત છે. સુરતનો કાપડ ઉદ્યોગ હવે ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્ષટાઈલ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ઉદ્યોગસાહસિકો પણ જરૂરિયાત મુજબ અપગ્રેડ થઈ રહ્યા છે. કેટલાક લોકો જે કાપડ ઉદ્યોગમાં આવવા માંગે છે, અને કેટલાક જેમનો પારિવારિક વ્યવસાય કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત છે, તેઓ હવે અભ્યાસ બાદ કાપડઉદ્યોગને લગતા અભ્યાસક્રમોમાં એડમિશન લઈને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવાના માર્ગે આગળ વધ્યા છે. ઉપરાંત, ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાનો પણ તેમાં જોડાઈ રહ્યા છે. દિનપ્રતિદિન બદલાઈ રહેલી ફેશનના આધારે સુરતના કાપડ ઉદ્યોગકારોએ પણ તેમની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફારો કર્યા છે, અને આજે નવી-નવી વેરાયટીનાં કાપડ બનાવી રહ્યાં છે. માત્ર સાડી અને ડ્રેસ સિવાય હવે ડેનિમ અને ગારમેન્ટ તરફ પણ સુરતનો કાપડ ઉદ્યોગ વળી રહ્યો છે. હાલ દેશભરમાં નેટના કાપડની ડિમાન્ડ વધતાં મોટા પાયે ઉદ્યોગકારો નિટિંગ ફેબ્રિક્સના ઉત્પાદન માટે રોકાણ કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગકારોએ વિદેશોથી મશીનો પણ મોટી સંખ્યામાં આયાત કરી ઉત્પાદનમાં વધારો કર્યો છે.

સમગ્ર ભારતમાં ટેક્ષટાઈલ સિટીની અનોખી ખ્યાતિ મેળવનાર સુરત શહેરમાં ૭.૧૫ લાખ જેટલા શટલ, વોટરજેટ, રેપિયર, એરજેટ જેવા લુમ્સ મશીનો થકી ફેબ્રિકસ પ્રોડક્શનમાં ૮૧,૨૨૮ કરોડનું વાર્ષિક ટર્નઓવર થાય છે. હાલ સુરતમાં ૬ ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ચાર નવા ટેક્ષટાઈલ પાર્કના નિર્માણ થકી લાખો રોજગારીનું સર્જન થશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી આશિષ ગુજરાતી જણાવે છે કે, વિશ્વમાં ફેશનનું ઉદ્દગમસ્થાન ગણાતા ફ્રાન્સના ‘પેરિસ’ શહેરમાં સુરતનું કાપડ વપરાય છે. ઝારા જેવી પ્રખ્યાત બ્રાન્ડેડ કંપનીઓ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનતું ફેબ્રિક્સ ખરીદવા સુરત આવે છે. સુરતના છેલ્લાં પાંચ વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડનો લાભ ઉઠાવી ૭૦,૦૦૦ થી વધુ આધુનિક મશીનરી માત્ર સુરતમાં વસાવવામાં આવી છે. જે ઉત્તર અને દક્ષિણ ભારતની ટેક્ષટાઈલ ડિમાન્ડ પૂરી કરી રહી છે. સુરતમાં તૈયાર કરવામાં આવતા નેટ ફેબ્રિક્સની બાંગ્લાદેશ અને ગલ્ફના દેશોમાં ભારે ડિમાન્ડ છે. બાંગ્લાદેશમાં રેડિમેડ ગારમેન્ટમાં ઉપયોગ માટે મોટાપાયે ત્યાંના ઉદ્યોગકારો તરફથી ઓર્ડર મળે છે. જ્યારે ગલ્ફના દેશોમાં પણ ફેશનેબલ બુરખા,સ્કાર્ફ અને ડ્રેસિસ માટે ત્યાંના ઉદ્યોગકારો ઓર્ડર આપી રહ્યા છે.

શ્રી ગુજરાતી સુરતમાં જણાવે છે કે, સુરતમાં શિફોન, જ્યોર્જેટ, ક્રેવ, કોટન. લિનન જેવી કાપડની વેરાયટીનું ઉત્પાદન થાય છે. ભારતના કુલ કાપડની નિકાસમાં સુરતના કાપડ ઉદ્યોગનો ફાળો ૫ ટકા છે. ભારતનું ૬૫ ટકા યાર્ન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બને છે. સુરતમાં ૧.૫૦ લાખ એમ્બ્રોઈડરી મશીન, ૨૦ હજાર રેપિયર મશીન તેમજ ૭.૧૫ લાખ પાવરલુમ્સ યુનિટ છે. માત્ર પાવરલૂમ ઈન્ડસ્ટ્રીમાં જ ચાર લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. સુરતની ૨.૫૦ લાખ મહિલાઓ ઘરેબેઠા ટીકી- સ્ટોન વર્ક, ભરતકામ, લેસ કટિંગ અને મેકિંગ, સિલાઈકામ જેવા વિવિધ પ્રકારના જોબવર્ક કરી રોજગારી મેળવી રહી છે અને પરિવારને આર્થિક ટેકો આપી રહી છે.

આ ઉપરાંત તેઓ કહે છે કે, સુરતમાં ૬૦ હજાર વોટરજેટ યુનિટ પર વાર્ષિક ૧.૮૦ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે વાર્ષિક રૂ.૨૨,૯૯૫ કરોડનું કાપડ માત્ર વોટરજેટ યુનિટ પર બને છે. જ્યારે ૬,૧૫,૦૦૦ પાવરલૂમ મશીનો પર વાર્ષિક ૫૦,૦૦૦ કરોડનું ૨.૬૦ કરોડ મીટર કાપડ ઉત્પાદિત કરવામાં આવે છે. સુરતમાં આવેલા ૧ હજાર એરજેટ મશીન પર વાર્ષિક રૂ.૨,૭૩૭ કરોડનું ૧૮ કરોડ મીટર ડેનિમ કાપડ અને રૂ.૭૦૦ કરોડનું લીનન કાપડ બનાવવામાં આવે છે.

કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળી રહે છે, પણ ઓટલો મળતો નથી, પણ સુરતમાં રોટલો અને ઓટલો બંને આસાનીથી મળી રહે છે એમ જણાવતાં શ્રી ગુજરાતી ઉમેરે છે કે,સુરતમાં રોજગારી માટે આવતો દેશના કોઈ પણ રાજ્યનો સ્કીલ્ડ અથવા અનસ્કીલ્ડ કારીગર ટ્રેનમાંથી સુરતની ધરતી પર પગ મૂકે એટલે તેને નોકરી મળવાનું નિશ્ચિત હોય છે. એટલે જ સુરત સૌને સમાવતું રોજગારીદાતા શહેર પણ છે, જે મિનિ ભારતની ઉપમા પણ મેળવી ચૂક્યું છે. કાપડ ઉદ્યોગમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશાના કારીગરો વધુ જોવા મળે છે.
સુરતના કાપડ ઉદ્યોગ સફળ થવાના ત્રણ કારણોમાં એન્ટરપ્રિન્યોરશિપ(ઉદ્યોગ સાહસિકતા), ઈનોવેશન(નવીનીકરણ) અને ઈઝીલી એડોપ્શન ઓફ ન્યુ ટેકનોલોજી (નવી ટેકનોલોજીને સરળતાથી અપનાવી લેવી) છે એમ જણાવી શ્રી ગુજરાતી ઉમેરે છે કે, સુરત આસપાસના ૪૫ કિલોમીટરની ત્રિજ્યામાં યાર્ન ઉત્પાદન, ડાઈંગ, પ્રિન્ટીંગ, એમ્બ્રોઈડરી સહિત મેનપાવરનું સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે. સુરત વેલ્યુ એડિશનમાં પ્રખ્યાત છે. જે કાપડ લક્ઝરી લાગતું હતું એને સુરતે વેલ્યુ એડિશન થકી અફોર્ડેબલ બનાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ સરકારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) અંતર્ગત નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના નેજા હેઠળ ૨૭ જેટલા કોર્સ ડેવલપ કર્યા છે. જેમાં ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝના સ્પીનિંગ, વિવિંગ, નીટિંગ, કેમિકલ પ્રોસેસિંગ અને હેન્ડલૂમ્સ વગેરે તમામ ૧૯ જેટલા સેકટરનો સમાવેશ થાય છે.સરકારે ગુણવત્તાની ઓળખ માટે માપદંડ બનાવ્યા છે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર વર્કર સ્કીલ્ડ છે અને વર્ષોથી કામ કરે છે, પણ સ્કીલ સર્ટિફિકેટ અને મેપિંગ નથી, તેઓને આ પ્રોગ્રામમાં કૌશલ્યવર્ધિત કરી સર્ટીફાઈડ કરવામાં આવે છે. જેમાં વર્કરની અને તેના કાર્ય અને ગુણવત્તાની ઓળખ થાય છે. વર્ષ ૨૦૧૫માં બનેલી આ યોજના હેઠળ કાપડ ઉદ્યોગમાં કામ કરતાં જે યુવકો શાળાએ નહીં જઈ શક્યા હોય તેવા અનેક યુવાનોએ પણ આ યોજના હેઠળ તાલીમ મેળવીને રોજગારી મેળવી છે.

સુરતના ઉદ્યોગકારો કેપ્ટીવ પ્લેસમેન્ટની યોજનાને અપનાવી રહ્યાં છે, જેમાં એમ્પ્લોયર એટલે કે ઉદ્યોગકાર આ યોજના હેઠળ જેટલા લોકોને ટ્રેનિંગ આપે છે, તેમાંથી ૫૦ ટકા લોકોને એમ્પ્લોયરે પોતાની સંસ્થા/કંપનીમાં નોકરીએ રાખવાના હોય છે. સરકાર એમ્પ્લોયર પાસે કેપ્ટીવ પ્લેસમેન્ટનો આગ્રહ રાખે છે. જેમાં સરકાર આ યુવાઓને ઈન્ડસ્ટ્રી બેઈઝ્ડ સ્કીલ પ્રોવાઈડ કરીને એમ્પ્લોયરને તેની પાછળ થતો ખર્ચ પૂરો પાડે છે.

ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯ અને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦ હેઠળ એકમને નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.

(૧) ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯ :

Exit mobile version