ચેમ્બરે વર્ષ ર૦ર૧–રર માટે ૧પ કેટેગરીમાં SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરી

દેશમાં ઇકોનોમી ટ્રાન્સફોર્મ થઇ રહી છે, ઉદ્યોગ સાહસિકોને લોન્ગ ટર્મ પેશન રાખવું પડશે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે : ફિકકીના ભૂતપૂર્વ પ્રમુખ રશેષ શાહ 

સીઇઓની ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન એક જ ડાયરેકશનમાં રહેવા જોઇએ, સીઇઓ દરરોજ શીખતો રહેવો જોઇએ : પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર 

સફળ થવા બિઝનેસ પર્સનમાં ગ્રેટ રિસ્ક ટેકીંગ કેપેબિલિટી હોવી જોઇએ, એણે હંમેશા નેકસ્ટ લેવલ પર પહોંચવા પ્રયાસ કરવાનો હોય છે : ઉદ્યોગપતિ અશ્વિન દેસાઇ 

વધુ વ્યકિતઓને ઓર્ગન ડોનેશન માટે આગળ આવવું જોઇએ, ઓર્ગન ડોનેશનથી એક વ્યકિતના નહીં પણ તેના આખા પરિવારમાં ખુશીઓ આવે છે : નિલેશ માંડલેવાળા 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શુક્રવાર, તા. ૧૬ જૂન, ર૦ર૩ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લે મેરીડિયન (ટીજીબી), સિટી પ્લસ સિનેમા પાસે, ડુમસ રોડ, સુરત ખાતે ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિકકીના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ એડેલ્વીસ ગૃપના ચેરમેન એન્ડ સીઇઓ રશેષ શાહે મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, SGCCI ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૩ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R&D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્‌સનું વિતરણ કરે છે. ચાલુ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષ ર૦ર૧–રર માટે ૧પ જેટલી કેટેગરીમાં SGCCI ગોલ્ડન જયુબિલી એવોર્ડથી જુદી–જુદી પ્રતિભાવોને સન્માનિત કરાશે.

મુખ્ય મહેમાન રશેષ શાહે જણાવ્યું હતું કે, આંત્રપ્રિન્યોરશિપ સુરતના યુવાઓના લોહીમાં છે. સુરત ક્રાઇસિસને પણ તકમાં ફેરવી નાંખે છે. સુરતમાં જ્યારે કોઇ મુશ્કેલી આવે છે ત્યારે બાઉન્સ બેક થઇને સુરત ઉભરી આવે છે. દેશમાં ઇકોનોમી ટ્રાન્સફોર્મ થઇ રહી છે. દેશના ખૂણેખુણામાં વિવિધ ક્ષેત્રે તકો રહેલી છે. ભારતમાં દર છ વર્ષે જીડીપી દર ડબલ થઇ રહયો છે. ટેક્ષ્ટાઇલ, એગ્રીકલ્ચર, સ્ટીલ ઇન્ડસ્ટ્રી વિગેરેમાં લોન્ગ ટર્મ ગ્રોથ છે. એના માટે ઉદ્યોગ સાહસિકોને લોન્ગ ટર્મ પેશન રાખવું પડશે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. જો કે, યુવાઓએ શોર્ટ ટર્મ માટે પણ મહેનત કરવી પડશે.

એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્‌સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્‌સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે સેવા લેવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦ર૧–રર માટે ૧પ કેટેગરી જેટલા એવોડર્‌સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.

  1. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર –રાધે ગૃપને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર –સાનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર –ચિન્કો સિલ્ક મીલ્સને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ –ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, સુરત લિગ્નાઇટ પાવર પ્લાન્ટને એનાયત કરાયો હતો.
  1. શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ –અમી ઓર્ગેનિકસ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન –ક્રિશક ભારતી કોઓપરેટીવ લિમિટેડ (કૃભકો)ને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. અલિધરા એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી –લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, સ્પેશિયલ ફેબ્રિકેશન યુનિટ, હેવી એન્જીનિયરીંગ, ગેટ૯, વેસ્ટને એનાયત કરાયો હતો.
  1. એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ –યુપીએલ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. એનજે ઇન્ડિયા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલ્ફેર પ્રોગ્રામ બાય એનજીઓ –શ્રી સત્ય સાઇ સેવા સમિતિ, સુરતને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. ફેરડીલ ફિલામેન્ટ્‌સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ –મે. શિશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. અનુપમ રસાયણ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ –સંસ્કાર ભારતી વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન –પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સને એનાયત કરાયો હતો.
  1. શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ઓફ ધી ઇયર –સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરને એનાયત કરવામાં આવ્યો હતો.
  1. શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન ફોર ધી ઇયર –એથર ગૃપ ઓફ કંપનીઝના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેકટર અશ્વિન દેસાઇને એનાયત કરાયો હતો.
  1. દેશભરમાં ઓર્ગન ડોનેશન માટે અભિયાન ચલાવી લાખોના જીવનમાં ખુશીની લહેર મહેંકાવનારડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળાને આઉટસ્ટેન્ડીંગ કોન્ટ્રીબ્યુશન ટુ સોસાયટીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, દરેક વ્યકિત માત્ર સ્કૂલમાંથી નથી શીખતી. બિઝનેસમેનો દરેક કક્ષાએ શીખતા રહયાં છે, આથી તેઓ આજે આગળ છે. બેસ્ટ સીઇઓ પણ સતત શીખતો રહે છે. સીઇઓ માટે સેલ્ફ ઇમ્પુ્રવમેન્ટ, એમ્પથી અને કર્ટસી જરૂરી છે. એની ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન એક જ ડાયરેકશનમાં રહેવા જોઇએ. ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઘણી મહેનત કરવી પડશે. સુરતે વિવિંગ બાદ ગારમેન્ટીંગમાં પણ આગળ વધવા પ્રયાસ કરવા પડશે.

ઉદ્યોગપતિ અશ્વિન દેસાઇએ જણાવ્યું હતું કે, સફળ થવા માટે બિઝનેસ પર્સનમાં ગ્રેટ રિસ્ક ટેકીંગ કેપેબિલિટી હોવી જોઇએ. એણે હંમેશા નેકસ્ટ લેવલ પર પહોંચવા માટે પ્રયાસ કરવાનો હોય છે. બિઝનેસ પણ વ્યકિતગત નહીં પણ ટીમ વર્કથી આગળ વધે છે.

નિલેશ માંડલેવાળાએ જણાવ્યું હતું કે, દેશમાં ૮પ ટકા લોકોને ઓર્ગન ડોનેશનની જાણકારી નથી. ૧ર લાખમાંથી ૧ લાખ લોકો જ ઓર્ગન ડોનેશન વિષે જાણે છે. કોઇપણ વ્યકિત એક કિડનીના સહારે જીવી શકે છે પણ લીવરમાં ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઇ ઇલાજ નથી, આથી વધુમાં વધુ વ્યકિતઓને ઓર્ગન ડોનેશન માટે આગળ આવવું જોઇએ. ઓર્ગન ડોનેશનથી એક વ્યકિતના નહીં પણ તેના આખા પરિવારમાં ખુશીઓ આવે છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. સમારોહમાં વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ગોલ્ડન જ્યુબિલિ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ યાજ્ઞિક ઉપસ્થિત રહયા હતા. ટ્રસ્ટના માનદ્‌ મંત્રી ડો. અનિલ સરાવગી અને આમંત્રિત ટ્રસ્ટી દીપક કુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે એનજે ગૃપના ફાઉન્ડર નીરજ ચોકસીએ મુખ્ય મહેમાન રશેષ શાહનો પરિચય આપ્યો હતો. જ્યારે ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો કમલેશ યાજ્ઞિક, શરદ કાપડીયા અને રાજેન્દ્ર ચોખાવાલાએ અનુક્રમે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, અશ્વિન દેસાઇ અને નિલેશ માંડલેવાળાનો પરિચય આપ્યો હતો.

Exit mobile version