સુરતી યુવાનની સર્જનશીલતાએ હોમ કુકને બનાવ્યા આત્મનિર્ભર

કિચન જીજે 05-ઘર સે ઘર તકમાં ઓર્ડર બુક કરાવી ઘરનું સ્વાદિષ્ટ ભોજન મેળવો

લોક ડાઉન દરમિયાન શરૂ કરાયેલા હોમ મેડ ફૂડના આ કોન્સેપ્ટ માં 22હોમ કૂકને મળ્યો રોજગાર, આગામી દિવસોમાં વધુ લોકોને જોડવા યોજાશે ઓડિશન

સુરત.કોરોના મહામારી અને લોકડાઉન એ સામાજિક અને ઔદ્યોગિક સહિત તમામ ક્ષેત્રોમાં અનેક બદલાવ લાવી દીધા છે. એટલુંજ નહીં આ સમયગાળામાં કેટલાક નવા સર્જન પણ થયા અને લોકો આત્મનિર્ભર બનવા પ્રેરાયા છે. ત્યારે સુરતી યુવાન સત્યેન નાયકની સર્જનશીલતાએ પણ કેટલાક લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે, કે જેઓ સારા હોમ કુક હતા. આજે તેમના હાથનું ભોજન લોકો ઓર્ડર કરી રહ્યા છે, જેનાથી લોકોને ઘર જેવું સ્વાદિષ્ટ અને હાઇજેનિક ભોજન મળી રહ્યું છે તો અત્યાર સુધી માત્ર હોમ કુક બનીને રહેલા વ્યક્તિઓને આવક રાળવાનો અવસર મળી રહ્યો છે. આ આખા કોન્સેપ્ટનું નામ છે કિચન જીજે 05-ઘર સે ઘર તક

Ø  કેવી રીતે થઇ શરૂઆત કિચન જીજે 05 ની:

આ કોન્સેપ્ટના સર્જક સત્યેન નાયક છે કે લોક ડાઉન દરમિયાન બધું જ થંભી ગયું હતું, અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું, કેટલાકને રોજગાર ગુમાવવાનો વારો આવ્યો, ત્યારે લોકોને રોજગાર મળી રહે અને આત્મનિર્ભર બને એવું કંઇક શરૂ કરવાનો વિચાર સત્યેનના મનમાં આવ્યો અને હોમ મેડ ફૂડ લોકો સુધી પહોંચાડવાના કોન્સેપ્ટએ જન્મ લીધો. શરૂઆતમાં સત્યેને એફબી કરીને લોકોને હોમ મેડ કુક વિશે વાતો કરી અને હોમ કુક ને સાથે જોડવા અપીલ કરી અને ધીરે ધીરે હોમ કુક સત્યેનની સાથે જોડવા લાગ્યા. અનેક હોમ કુકે રસ દાખવતા ઓડીશનનું આયોજન કર્યું, જેમાં સેલિબ્રિટી સેફ ઉષ્મા બેન દેસાઈ અને ફૂડ બ્લોગર મિતુલ શાહને જજ તરીકે ઇન્વાઇટ કર્યા અને ઓડીશન યોજાયું. જેમાંથી 22 હોમ કુકને આ કોન્સેપ્ટમાં સામેલ કર્યા અને કિચન જીજે 05-ઘર સે ઘર તકનું એક પેજ બનાવી ઓર્ડર લેવાની શરૂઆત થઈ. આજે આ કોન્સેપ્ટ સફળતા તરફ આગળ વધી રહ્યો છે. લોકો કિચન જીજે 05 પાસે તેમના મનગમતા ઓર્ડર બુક કરાવી રહ્યા છે અને હોમ કુક ઓર્ડર મુજબની વાનગીઓ બનાવી ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. આ કોન્સેપ્ટ થકી લોકોને ઘરનું સ્વાદિષ્ટ અને હાઈજેનિક ભોજન મળી રહ્યું છે તો હોમ કુકને રોજગાર મળ્યો છે.

Ø  બીજું ઓડીશન પણ યોજાયું :

જીજે 05-ઘર સે ઘર તકના સત્યેન નાયક અને કો-ફાઉન્ડર શિવમ દેસાઈએ જણાવ્યું કે હતું કે આ કોન્સેપ્ટના મેન્ટર અવનીબેન દેસાઈ અને મયંક દેસાઈ કે જેઓ દ્વારા સ્ટાફથી માંડીને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાલ આ પ્લેટફોર્મ સાથે 22 હોમ કુક જોડાયા છે અને મળી રહેલા પ્રતિસાદને જોતા વધુને વધુ હોમ ફૂકને આ પ્લેટફોર્મનો અવસર મળે તે માટે 4 અને 5 સપ્ટેમ્બરના રોજ ઓડીશન યોજાયું હતું જેમાં 78 હોમ કુકે ભાગ લીધો હતો હવે આ ઓડીશનમાં સિલેક્ટ થયેલા હોમ કુક પણ કિચન જીજે 05 સાથે જોડાશે એટલે 50 થી વધુ હોમ કુકના હાથના ભોજનો સ્વાદ સુરતની જનતા એક કોલ પર મેળવી શકશે. 

Exit mobile version