મુંબઈથી સુરત સીફ્ટ થઈ રહેલા હીરા ઉદ્યોગ થી સુરતની ચમકવધુ તેજ બનશે

With the Diamond bourse shifting from Mumbai to Surat, the Textile and Diamond city is going to make its mark and shine brighter

·       કોરોનાકાળમાં જ 70 જેટલી ડાયમંડ કંપનીઓ પોતાનો કારોબાર સમેટી સુરત આવી ગઈ

·       સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા વર્ષ 2022 સુધી મોટાભાગની ડાયમંડ કંપનીઓ સુરત આવશે ત્યારે હીરા ઉદ્યોગમાં રોજગારીની નવી તકો તો ઉભી થશે પણ સાથે સાથે રિઅલ એસ્ટેટમાં પણ ડિમાન્ડ ઉભી થશે


સુરત : ગુજરાતનું આર્થિક પાટનગર વિકટ પરિસ્થિતિમાં પણ પોતાને અડીખમ ઉભું રાખવા માટે વિખ્યાત છે ત્યારે કોરોનાના કારણે આજે ભલે દેશજ નહીં પણ વિશ્વભરમાં આર્થિક મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે આ કાળ સુરતના વિકાસ માટે ઉજળી તકો બનીને આવી હોવાનું જાણકારો કહી રહ્યા છે, ખાસ કરીને મુંબઈથી ધીરે ધીરે સુરત સીફ્ટ થઈ રહેલા હીરા ઉદ્યોગના કારણે સુરતમાં રોજગારીની નવી તકો ઉભી થવાની સાથે જ આ સિફટીંગ રિઅલ એસ્ટેટને પણ ફળશે એવા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

તૈયાર થતા 10 પૈકી 8 હીરા ભલે સુરતમાં તૈયાર થતા હોય પણ હીરાના એક્સપોર્ટથી માંડીને તમામ કારોબાર અત્યાર સુધી મુંબઈ થી જ થતા આવ્યા છે. સુરતમાં આવેલી મોટાભાગની ડાયમંડ કંપનીઓની કોર્પોરેટ (મુખ્ય ઓફિસો મુંબઈ ખાતે નવી બાંદ્રા કુર્લા કોંપ્લેક્સ (હીરાબુર્સ)ખાતે આવેલી છે. અહીંના બોરીવલી, મલાડ, ગોરેગાંવ, દહિસર જેવા વિસ્તારોમાં ડાયમંડ કંપનીઓના યુનિટ પણ આવેલા છે. જોકે હવે વાયરો પલટાયો છે. સુરત ખાતેજ અદ્યતન સુરત ડાયમંડ બુર્સના નિર્માણ સાથે સુરત એરપોર્ટને મળેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના દરજ્જાને કારણે હવે ડાયમંડ કંપનીઓ મુંબઈથી કારોબાર સંકેલીને સુરતમાં સ્થાયી થઈ રહી છે. 

સુરત ડાયમંડ બુર્સના નિર્માણને પૂર્ણ થતાં હજી બે વર્ષ લાગશે પરંતુ કોરોના કાળમાં ઉદભવેલા સંજોગો એ ડાયમંડ કંપનીઓના સ્થાનાંતર ને બે વર્ષ પહેલાં જ શરૂ કરી દીધો છે. કોરોના કાળમાં અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગની કેટલીક નામાંકિત કંપનીઓ સહિત 70 જેટલી કંપનીઓ પોતાના કારોબાર સંપૂર્ણ રીતે સંકેલીને સુરત આવી ગઈ અને આ જ સિલસિલો યથાવત છે ત્યારે 2022 સુધીમાં 80 ટકા ડાયમંડ ઉદ્યોગ મુંબઈથી શિફ્ટ થઈ સુરત આવી જશે.

તાજેતરમાં જ મુંબઈથી પોતાનો વ્યવસાય સંકેલી સુરત વ્યવસાય સીફ્ટ કરનારા હીરા ઉદ્યયોગપતિ અને HVK ડાયમંડના માલિક નાગજીભાઈ સાકરીયા જણાવે છે કે 2022 સુધી મુંબઈથી 60 ટકા જેટલો હીરા ઉદ્યોગ સુરત આવી જશે જ્યારે ઉદ્યોગનું સ્થાનાંતર થશે. તેનો ફાયદો સુરતમાં અન્ય ક્ષેત્રોને પણ થશે.રોજગારીની નવી તકો સર્જાશે તો મુંબઈમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સુરત તરફ આવશે એટલે રહેવા માટે મકાનોની ડિમાન્ડ ઊભી થશે. તેનો સીધો ફાયદો રિઅલ એસ્ટેટ બિઝનેસમેન મળશે. કારણ કે સ્થાનાંતરની શરૂઆત થઈ છે અને લોકો અત્યાર સુધી ઘર શોધવા માંડ્યા છે.

જ્યારે હીરા ઉદ્યોગપતિ નરેશભાઈ લૂખીએ જણાવ્યું હતું કે માત્ર હીરા કંપનીઓની ઓફિસોજ નહિ પણ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા યુનિટો પણ સુરતમાં સ્થાનાંતરિત થવાનાં શરૂ થઇ ગયા છે.

ટૂંકા ગાળામાં 70 જેટલી ડાયમંડ કંપનીઓ સુરતમાં સ્થાનાંતરિત થઈ ગઈ છે અને દિવાળી સુધી આ સંખ્યા બમણી થઈ જશે. ત્યારે આનો ચોક્કસ જ લાભ સુરત શહેરને અને ખાસ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને થશે. કારણ કે ઉદ્યોગ સાથે કારીગરો અને અન્ય સ્ટાફ પણ માઈગ્રેટ થતા તેમને રહેવા માટે ઘરની જરૂરિયાત ઊભી થશે અને મકાનોની ડિમાન્ડ નીકળતા રિઅલ એસ્ટેટને બુસ્ટ મળશે.

મીની સૌરાષ્ટ્ર કહેવાતા વરાછા મોટાવરાછા બની શકે પહેલી પસંદ:

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં સૌથી મોટી સંખ્યા સૌરાષ્ટ્રના લોકોની છે માલિકો થી માંડીને ઓફિસ સ્ટાફ અને કારીગરો અને કારીગરો હીરા દલાલો મોટેભાગે સૌરાષ્ટ્રના છે પછી તે મુંબઈ હોય કે સુરત ત્યારે મુંબઈ થી હીરા ઉદ્યોગનું સુરતમાં સ્થાનાંતર થતા સ્થાનાંતરિત થનાર સ્ટાફ અને કારીગરો ની રહેવા માટેની પહેલી પસંદ વરાછા મોટાવરાછા  વિસ્તાર બની શકે છે કારણ કે અહીં રહેનારને સૌરાષ્ટ્રમાં રહેતા હોય એવી અનુભૂતિ થાય છે બિલ્ડર્સ દ્વારા પણ આ ભાવનાત્મક બાબતો ને ધ્યાનમાં રાખી વરાછા અને મોટાવરાછા વિસ્તારમાં પ્રોજેકટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.


મુંબઈ જેવું ઇફ્રાસ્ટકચર આપવા સુરતની રીયલ એસ્ટેટ કંપનીઓ પણ તૈયાર:

સુરતમાં સાકરિત થઈ રહેલા ડાયમંડ બુર્સના કારણે મોટાભાગની ડાયમંડ કંપનીઓ એ હવે મુંબઈ થી સુરતની વાટ પકડી છે ત્યારે મુંબઈથી કંપનીઓના માલિક, ઓફિસ સ્ટાફ અને કારીગરો પણ સુરત આવી રહયા છે. તે જોતા તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુરતની રીયલ એસ્ટેટ કંપનીઓ પણ તૈયાર છે. તેમના દ્વારા મુંબઈની જેમ જ તમામ સુવિધાઓ સહિતના પ્રોજેક્ટ્સનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

વરાછા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટ્સ સાકરિત કરનાર વિક્ટોરિયા ગ્રુપના જયંતીભાઈ મધુભાઈ ગૌદાનીએ જણાવ્યું હતું કે હીરા બુર્સના કારણે મુંબઈથી હીરા ઉદ્યોગનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે અને ફ્લેટ્સ તથા દુકાનો માટેની ઇન્કવાયારી પણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વરાછા, મોટાવરાછા-ઉત્રાન અને સરથાણા જકાતનાકા અને યોગીચોક વિસ્તારો પર લોકો વધુ પસંદગી ઉતારી રહ્યા છે. અમારો પણ એજ પ્રયાસ છે જે સ્થળાંતરિત થનારા લોકો ને મુંબઈમાં જ તેઓ રહી રહ્યા છે તેવીજ અનુભૂતિ થાય તેવી તમામ સુવિધાઓ મળી રહે. આ માટે હવે હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ સાથે જ તમામ પ્રકારની કોમન ફેસિલિટી પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે.

Exit mobile version