લેન્ક્સેસનો મજબૂત દેખાવ: ખાતરીદાયક 2020નું ગાઇડન્સ

 

   ·   આખા વર્ષનો અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ હજુપણ 800 મિલીયનથી 900 મિલીયન યૂરો વચ્ચે રહેવાની સંભાવના
·   Q2ના વેચાણમાં 16.7 ટકાનો ઘટાડો થઇને 1.436 અબજ યૂરો
·   અપવાદરૂપ પહેલાનો ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 20.3 ટકા ઘટીને 224 મિલીયન યૂરો
·   અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન મોટે ભાગે 15.6 ટકા પર સ્થિર
·   પ્રવર્તમાન હિસ્સાના વેચાણ બાદ: ચોખ્ખી આવકમં નોંધપાત્ર વધારો, ઋણમાં નોંધપાત્ર ઘટાડો
·   એગ્રીકેમિકલ્સ અને ડિસઇન્ફ્કેટન્ટસ માટેની મજબૂત માગથી ગ્રાહક રક્ષણના લાભો

 

લેન્ક્સેસે કટોકટીને સારી રીતે નિયંત્રિત રાખવાનું સતત રાખ્યું છે અને સંપૂર્ણ વર્ષ માટેની આગાહીને સમર્થન આપી રહી છે. સ્પેસિયાલિટી કેમિકલ કંપની હજુ પણ 2020નો અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ 800 મિલીયનથી 900 યૂરોની વચ્ચે રહેશે તેમ માને છે.

2020ના બીજા ત્રિમાસિક ગાળામાં લેન્ક્સેસે ધારણા અનુસાર કોરોનાવાયરસ મહામારીને કારણે પરિણમેલી પરિસ્થિતિથી તેના કારોબાર પર નોંધપાત્ર અસર અનુભવી હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએમાં 20.3 ટકાનો ઘટાડો થતા 282 મિલીયન યૂરોથી ઘટીને 224 મિલીયન યૂરોની થઇ હતી. આમ, મેમાં આગાહી કર્યાનુસાર કમાણી 200 મિલીયનથી 250 મિલીયન યૂરોની વચ્ચેની રેન્જના મધ્યબિંદુએ હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન, અગાઉના વર્ષના ત્રિમાસિકની તુલનામાં 16.3 ટકા સામે 15.6 ટકાના સ્તરે સ્થિર રહી હતી.

કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન પ્રોડક્ટ્સનો કારોબાર અત્યંત સકારાત્મક રીતે વિકસ્યો હતો, પરંતુ ખાસ કરીને એન્જિનીયરીંગ મટીરિયલ્સ જેવા ઓટોમોટીવ ઉદ્યોગની નરમ માગ હોવાથી અન્ય ત્રણ સેગમેન્ટ્સમાં કમાણી સંકોચાઇ હતી..

ધારણા અનુસાર વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઘટાડો થતા અમે વર્ષના પ્રથમ ત્રણ મહિનાની તુલનામાં બીજા ત્રિમાસિક ગાળામાં અમે કોરોનાવાયરસ કટોકટીની અસર મજબૂત અસર અનુભવી હતી. આમ છતા અમારી સ્થિર સ્થિતિ, મજબૂત તરલતા અને શિસ્તબદ્ધ ઊંચા ખર્ચાઓએ લેન્ક્સેસને આ પડકારોમાંથી ઉગરવા માટે સહાય કરી છે. તે સિવાય અમે એશિયામાં સુધારાની નિશાનીઓ જોઇ રહ્યા છે. તેથી મેક્રોઇકોનોમિક સુધારામાં હાલમાં કોઇ સુધારાના સંકેતો નહી દેખાતા હોવા છતાં મને આત્મવિશ્વાસ છે,” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના અધ્યક્ષ મેથીયાસ ઝેચર્ટે જણાવ્યું હતું.

ગ્રુપનું વેચામ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં 1.436 અબજ યૂરોનું થયું હતું જે પાછલા વર્ષના 1.724 અબજ યૂરોના આંક કરતા 16.7 ટકા નીચે છે. સતત કામગીરીમાંથી ચોખ્ખી આવક 96 મિલીયનથી નોંધપાત્ર રીતે વધીને 803 મિલીયન યૂરોની થઇ છે. સમાન ગાળામાં ચોખ્ખી નાણાંકીય જવાબદારીઓ 1.74 અબજ યૂરોથી ઘટીને 929 મિલીયન યૂરોની થઇ છે. જે કેમિકલ પાર્ક ઓપરેટર કરેન્ટાના હિસ્સા વેચાણમાંથી પ્રાપ્ત થયેલી રકમને આભારી છે, જે વેચાણ લેન્ક્સેસ દ્વારા એપ્રિલના અંતમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. કંપનીએ રોકડ પ્રવાહનો ઉપયોગ પોતાની બેલેન્સ શીટને સક્ષમ બનાવવા માટે કર્યો હતો: 2019ના અંતની તુલનામાં ઇક્વિટી ગુણોત્તર 30 ટકાથી વધીને 37 ટકા થયો છે.

 

સેગમેન્ટસ: કન્ઝ્યુમર પ્રોટેક્શન મજબૂત રહ્યું છે

એડવાન્સ્ડ ઇન્ટરમીડિેયેટ્સ સેગમેન્ટમાં બિઝનેસ એકમે કોરોનાવાયરસ મહામારીને કારણે નરમ માગ અનુભવી હતી. જ્યારે વેચાણમાં 19.8 ટકાનો ઘટાડો થતા 585 મિલીયન યૂરોથી ધટીને 469 મિલીયન યૂરો થઇ હતી, જેની પાછળ નીચી કિંમતો જવાબદાર હતી. 100 મિલીયન યૂરો પર અપવાદરૂપ ચીજો ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ પાછલા વર્ષના 114 મિલીયન યૂરો સામે 12.3 ટકા નીચી હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના ત્રિમાસિક ગાળાના 19.5 ટકા સામે 21.3 ટકા થયો છે.

કોરોનાવાયરસ મહામારીને કારણે ખાસ કરીને ઓટોમોટીવ, એવિેયેશન અને ઓઇલ અને ગેસ ઉદ્યોગની નીચી માગને કારણે સ્પેસિયાલિટી એડીટીવ્સ સેગમેન્ટના વેચાણ વોલ્યુમોમાં નોંધપાત્ર ઘટાડામાં પરિણમ્યો છે. વેચાણમાં 20.4 ટકાનો ઘટાડો થતો 506 મિલીયન યૂરોથી ઘટીને 403 મિલીયન યૂરો થયુ છે, જ્યારે અપવાદરૂપ ચીજે પહેલાની ઇબીઆઇટીડીએ 17.6 ટકાથી ઘટીને 15.6 ટકા થયો છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટમાં વેચાણ અને કમાણી સકારાત્મક રીતે વધી હતી. તેનું મુખ્ય કારણ સોલ્ટીગો બિઝનેસ એકમમાં એગ્રોકેમિકલ્સના મજબૂત કારોબાર હતુ. મટીરિયલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ બિઝનેસ એકમમાં ડિસઇન્ફેક્ટન્ટની સતત સારી માગે કમાણીમાં વધારામાં યોગદાન આપ્યું હતું. વધુમાં, બ્રાઝિલની બાયોસાઇડ ઉત્પાદક આઇપીઇએલના હસ્તાંતરણની સકારાત્મક પોર્ટફોલિયો અસર થઇ હતી. વેચાણમાં 21.9 ટકાનો વધારો થઇને 247 મિલીયન યૂરોથી વધીને 301 મિલીયન થયું હતું. 68 મિલીયન યૂરોની અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ પાછલા વર્ષના 48 મિલીયન યૂરો કરતા 41.7 ટકા વધી હતી. અપવાદરૂપ ચીજો પહેલાનો માર્જિન પાછલા વર્ષના 19.4 ટકા કરતા 22.6 ટકા હતી.

એન્જિનીયરીંગ મટીરિયલ્સ સેગમેન્ટમાં કોરોનાવાયરસની મહામારીની પડેલી નોંધપાત્ર અસરને કારણે ઓટોમોટીવ ઉદ્યોગની નરમ માગમાં પરિણમી છે. નીચી કિમતોને કારણે 244 મિલીયન યૂરોનું વેચાણ પાછલા વર્ષના 365 મિલીયન યૂરો સામે 33.2 ટકા નીચુ હતું. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 56.9 ટકા ઘટતા 65 મિલીયન યૂરોથી ઘટીને 28 મિલીયન યૂરો થયું છે. અપવાદરૂપ ચીજો પહેલાનો 11.5 ટકાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના ત્રિમાસિક ગાળાના 17.8 ટકા કરતા નીચો હતો.

Exit mobile version