ક્રાંતિકારી સિદ્ધિ : જોગાણી રિઇન્ફોર્સમેન્ટે ભારતમાં અદ્યતન કોંક્રિટ ફાઇબર માટે 20-વર્ષની પેટન્ટ મેળવી

મુંબઈ: જોગાણી રિઇન્ફોર્સમેન્ટને તેમના મિશ્રિત કોંક્રિટ ફાઇબર માટે નવી પેટન્ટ આપવામાં આવી છે, જે કોંક્રિટના નિર્ણાયક પરિમાણોને નોંધપાત્ર રીતે સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પેટન્ટ આગામી 20 વર્ષ માટે માન્ય રહેશે.  ભારતમાં ક્રેક કંટ્રોલ કોંક્રીટ ઉત્પાદનો માટે જોગાણી રિઇન્ફોર્સમેન્ટ એ અગ્રણી નામ છે, જેમાં અલ્ટ્રા હાઇ પરફોર્મન્સ કોન્ક્રીટ (UHPC), બેસાલ્ટ ફાઇબર, કાર્બન ફાઇબર અને આલ્કલી રેઝિસ્ટન્ટ ગ્લાસ ફાઇબર માટે બ્રાસ કોટેડ માઇક્રો સ્ટીલ ફાઇબરનો સમાવેશ થાય છે.

જોગાણી ગ્રુપ ના ડાયરેક્ટર મહેશ કુમાર જોગાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “આજે, આંતરરાષ્ટ્રીય રિસર્ચ અને ડેવલોપમેન્ટ  ક્ષેત્રે કાર્યરત દુનિયાભરની સંસ્થાઓ સસ્ટેનેબિલિટી અને ઈકો ફ્રેન્ડલી  વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને કોંક્રિટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં.  અમારો ઉદ્દેશ્ય એવા  ઉત્પાદનો અને સિસ્ટમો વિકસાવવાનો છે જે ખર્ચ-અસરકારક હોય, સાથે સાથે  પર્યાવરણને પણ અનુકૂળ અને અસરકારક હોય.”

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે જોગાણી રિઇન્ફોર્સમેન્ટ મજબૂતીકરણ અને ક્રેક કંટ્રોલ ટેક્નોલોજી ક્ષેત્રોમાં સતત સંશોધન અને વિકાસ માટે સમર્પિત છે. આ પ્રતિબદ્ધતાનો હેતુ મજબૂતીકરણ ઉદ્યોગ માટે એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જેના કારણે સંભવિતપણે અન્ય ઉદ્યોગોમાં પણ વૃદ્ધિ અને વિકાસને આગળ ધપાવવામાં મદદ થઇ શકે છે, તેથી આ માત્ર ભારતીય સાહસિકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પર્યાવરણીય અસર આધારીત મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમજ કોંક્રિટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ જેવા વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગમાં મજબૂતીકરણ મૂલ્ય ઉમેરવા માટે નવીનતાને પ્રોત્સાહન આપશે.

જોગાણી રિઇન્ફોર્સમેન્ટ એ યુએચપીસી, બેસાલ્ટ ફાઇબર, કાર્બન ફાઇબર અને ભારતમાં અગ્રણી RMC હાજરી ધરાવતા સંયુક્ત ફાઇબર, કોંક્રિટ માટે બ્રાસ કોટેડ માઇક્રો સ્ટીલ ફાઇબર સહિત વિવિધ કોંક્રિટ અને કન્સ્ટ્રક્શન ફાઇબર માટે સિંગલ-પોઇન્ટ સોર્સ  તરીકે કામ કરે છે, કંપની પ્લાસ્ટર/ફાઇબરગ્લાસ મેશ રોલના  પ્રીમિયમ કવોલિટી છતાં ઈકોનોમિક સપ્લાયમાં ભારતની અગ્રણી કંપની છે, જે બાંધકામના જોઇન્ટ્સ,હિડન એરીયા તેમજ તમામ પ્રકારના વોટરપ્રૂફિંગમાં તિરાડોને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. અને તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને ઉદ્યોગ સાહસિકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવે છે

વધુ માહિતી માટે: https://www.joganireinforcement.com/

Exit mobile version