સુરતની આ સ્કુલ દ્વારા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવનેનું સન્માન કરાયું

મેરીઓટ હોટેલ ખાતે યોજાયો સન્માન સમારોહ

સુરત : દેશના આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવનેના સન્માન સમારોહનું શહેરની વશિષ્ઠ વિદ્યાલય દ્વારા આયોજન કરાયું હતું.

હોટેલ મેરિયટ ખાતે આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં વશિષ્ઠ વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી રમણીક ભાઈ ડાવરિયા , શ્રી વિજયભાઈ ડાવરિયા અને શ્રી રવિ ડાવરિયા એ પ્રભાવશાળી પ્રવુતિઓ નું વિવરણ કરવા સાથે જ ગિફ્ટ, માસ્ક અભિયાન અંગે માહિતી આપી હતી. સાથે આર્મી ચીફ ને વિદ્યાલયની ભવિષ્યની યોજના ઓ વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવને એ વશિષ્ઠ વિદ્યાલય ના બાળકો સાથે વાતચીત કરી દેશભકિત અને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. શ્રીમતી સુનિતા નંદવાની જે એક દાયકાથી પણ વધુ સમયથી વશિષ્ઠ વિદ્યાલય સાથે અભિન્ન રીતે જોડાયેલા છે, તેમને સેના પ્રમુખનું સ્વાગત કર્યું હતું અને પોતાનો અમૂલ્ય સમય ફાળવવા બદ્દલ આભાર માન્યો હતો. સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવનેએ જણાવ્યું હતું કે ભારતીય સેના કે રક્ષા દળોની સૌથી મોટી તાકાત એમાં સમાયેલી  છે કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરિકો માતૃભૂમિની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે.

સેના પ્રમુખ સાથે વિતાવેલો સમય અને તેમના વિચારોએ વશિષ્ઠ વિદ્યાલય ના વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ અને ઉમંગ નો સંચાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીઓ એ સેનામાં ભરતી થવાની પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી અને સ્કૂલને સારો ગ્રેડ અપાવવાની પણ સેના પ્રમુખ ને વચન આપ્યું હતું.

Exit mobile version