સિવિલને સ્વચ્છ અને સુઘડ બનાવવા આધુનિક ફલોર સ્ક્રબર મશીનોથી યુધ્ધના ધોરણે થતી સાફ-સફાઈની કામગીરી

તમામ ફલોર પર આધુનિક મશીનથી સાફસફાઈ થવાથી સિવિલને બેક્ટેરિયા ફ્રી કરવામાં પણ મદદ મળી રહી છે. 

સુરત: નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસને સ્વચ્છ અને સુઘડ રાખવા સાથે સિવિલના ડોક્ટર્સ, દર્દીઓના સગાવહાલાં, પેરામેડિકલ સ્ટાફને કોરોના ઈન્ફેકશન સામે રક્ષણ આપવા માટે કોવિડ-૧૯ હોસ્પિટલ, જુની બિલ્ડીંગમાં સાફ સફાઈ માટે આધુનિક ફલોર સ્ક્રબર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાજરૂ અને બાથરૂમની સફાઈ માટે આધુનિક વોટર જેટ મશીનની મદદથી સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હોસ્પિટલના તમામ ફલોર પર આધુનિક મશીનથી સાફસફાઈ થવાથી સિવિલને બેક્ટેરિયા ફ્રી કરવામાં પણ મદદ મળી રહી છે.

આર.એમ.ઓ. વિભાગ હેઠળ સેનેટરી ઓફિસના સર્વન્ટ, સ્વીપર, વોર્ડ બોય, સફાઈ કર્મીઓ દ્વારા સંક્રમણને રોકવા માટે આધુનિક મશીનો દ્વારા સ્વચ્છતાની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અગાઉ પાંચ મશીનો કાર્યરત હતા, જેમાં બે મશીનોનો ઉમરો થયો છે. આગામી દિવસોમાં ૧૦ નવા મશીનો આવી રહ્યા છે.

Exit mobile version