બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે

સુરત: તાલુકા/જિલ્લા પંચાયત/નગરપાલિકાની માટે તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાશે. તરસાડી, બારડોલી કડોદરા અને તેમજ બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે. કુલ ૧૦૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ સરેરાશ ૯૭૧ મતદારો નોંધાયા છે.

ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે કુલ ૧૦૫ મતદાન મથકોમાં ૧૦૫ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૩ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૦૫ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૩ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૨૨૦ પોલિંગ ઓફિસરો, ૭૭ રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ બજાવશે.

Exit mobile version