જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે ગ્રાન્ડપેરેન્ટ્સ ડેની વર્ચ્યુઅલ ઉજવણી કરી

સુરત : કોરોના વાઇરસની અસરો ભલે અત્યંત ગંભીર અને જોખમી હોય, પરંતુ તેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાનો આપણને ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને હંમેશા કેન્દ્રસ્થાને રાખે છે. આ માટે શાળા દ્વારા નિયમિત ધોરણે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત તાજેતરમાં પ્રી-પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ડપેરેન્ટ્સ ડેનું યોજવામાં આવ્યોહતો. આ સાબિત કરે છે કે કોઇપણ પ્રકારની કટોકટી શાળાના જુસ્સાને હરાવી શકે નહીં.

શાળાએ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી વર્ચ્યુઅલ ગ્રાન્ડપેરેન્ટ્સ ડેની ઉજવણી કરી હતી, જેમાં બાળકોએ તેમના દાદ-દાદી પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો હતો તથા પોતાની છુપી પ્રતિભા પણ દર્શાવી હતી. શાળાના પ્રિન્સિપાલ ડો. મૌપાલી મિત્રાના પ્રેરક સંબોધન સાથે કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી અને ત્યારબાદ રસપ્રદ ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું.

આ પ્રસંગે આયોજિત ટેલેન્સ શોમાં મોટી સંખ્યામાં એન્ટ્રી મળી હતી, જેમાંથી 10 ઉત્તમ પર્ફોર્મર્સે લાઇવ મ્યુઝિકલ સોંગ્સ અને રિધમિક ડાન્સ પર્ફોર્મન્સિસ આપ્યાં હતાં. વધુમાં ક્વિઝ અને રસપ્રદ ગેમ્સ પણ યોજાઇ હતી તેમજ વિવિધ પ્રવૃત્તિઓના વિજેતાઓને ઓર્ગેનિક ગિફ્ટ હેમ્પર્સ અપાયાં હતાં. કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઇ-સર્ટિફિકેટ્સ પણ એનાયત કરાયાં હતાં.

આ કાર્યક્રમમાં ચીફ સ્પિકર શ્રી કે એન અગ્રવાલ પણ સામેલ થયાં હતાં અને તેમણેચેન્જિંગ રોલ ઓફ ગ્રાન્ડપેરેન્ટ્સ ઇન ધ લાઇટ ઓફ ચેન્જ્ડ સોશિયલ ડાયનામિક્સવિષય ઉપર રસપ્રદ વાત કરી હતી. માયરા અગ્રવાલની દાદી મંજુ અગ્રવાલ એ કીબોર્ડ ઉપર રાષ્ટ્રગીત રજૂ કર્યાં બાદ કાર્યક્રમની સમાપ્તિ થઇ હતી.

Exit mobile version