માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

સુરત , 17 જાન્યુઆરી 2026: માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીએ 13 જાન્યુઆરી 2026ના રોજ ઉત્સાહ અને ભવ્યતાભર્યા માહોલમાં તેનો વાર્ષિક સમારંભ ઉજવ્યો. “ધ ફ્લેમ્સ ઓફ અયોધ્યા” થીમ આધારિત આ કાર્યક્રમમાં રામાયણના પ્રસંગોને વિદ્યાર્થીઓએ સુંદર અને અસરકારક રજૂઆત દ્વારા જીવંત બનાવ્યા, જેમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો.

આ સમારંભ શાળાની “કરતા કરીને શીખવું” (Learning by Doing) શિક્ષણ પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે, જ્યાં વિદ્યાર્થીઓએ માત્ર અભિનય જ નહીં પરંતુ પાત્રો અને મૂલ્યોને સાચા અર્થમાં સમજ્યા અને અપનાવ્યા. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ અને શિસ્ત સૌએ સરાહ્યા.

આ પ્રસંગે વર્ષ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. મહેમાનો અને વાલીઓએ કાર્યક્રમની સુવ્યવસ્થા અને અર્થસભર રજૂઆતની પ્રશંસા કરી અને તેને ગયા વર્ષની તુલનામાં એક પગલું આગળ ગણાવ્યું.

Exit mobile version