વડાચૌટાની રહેવાસી ઘટા શાહને બી.કોમ. તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ

મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી: ઘટા શાહ

સુરત: સુરતના વડાચૌટા વિસ્તારમાં રહેતી અને એસ.પી.બી.કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી ઘટા શાહને બી.કોમ. માં ઉચ્ચત્તમ માર્ક્સ તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના ખાસ વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ મળ્યા છે. ઘટા શાહના પિતા હરેશભાઈ શાહ સી.એ. છે અને માતા આભાબેન નવયુગ કોલેજમાં પ્રોફેસર છે. તેણે હર્ષ વ્યકત કરતાં જણાવ્યું કે, મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારના ટ્યુશનની મદદ વિના આ સિદ્ધિ મેળવી છે. એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગ વિષય અઘરો હોવા છતાં હું જાતે જ શીખી આગળ વધી છું. અને આ વિષયમાં પારંગત થઈ છું.

માતાપિતાના સહયોગ અને શિક્ષકોના માર્ગદર્શનથી ભણી-ગણીને આગળ વધવાની પ્રેરણાના કારણે આજે ગોલ્ડ મેડલ અને પારિતોષિક મેળવીને મારા પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે.

Exit mobile version