અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS) ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) દ્વારા આયોજિત ઓઝોન ઓડિસી અવેરનેસ ઈવેન્ટમાં કૃતિ રજુ કરી પ્રતિભા દર્શાવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓને કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરવા અને તેમના માટે આયોજિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ‘ઓઝોન સ્તરને સુધારવા અને આબોહવા પરિવર્તન ઘટાડવા’ની થીમ પર આધારિત પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 8 ની શ્રિનિકા શાહે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેનું આર્ટવર્ક કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ ઉત્પન્ન કરતી સામગ્રીના વધુ પડતા ઉપયોગની જોખમી અસરોને દર્શાવતું હતું, જે ઓઝોન સ્તરના અવક્ષયમાં પરિણમે છે. નિર્ણાયકો દ્વારા પોસ્ટરની પ્રશંસા કરાઈ હતી. ત્યાર બાદ મુખ્ય મહેમાન શ્રી આર.બી. બારડ, IAS, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધ્યક્ષને આ કૃતિ ભેટમાં આપવામાં આવી હતી.
ઇવેન્ટમાં ત્રણ જાગૃતિ સ્પર્ધાઓનો પણ સમાવેશ કરાયો હતો. ઘોષણા, ઇન્ટરસ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન અને ધ એક્સપર્ટ ટોક. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઓઝોન અવક્ષય અને પર્યાવરણ પર તેની અસરો વિશે તેમના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. ગ્રેડ 11 સાયન્સની સુહાની અગ્રવાલે ‘ઓઝોન ઓડિસીઃ નેવિગેટિંગ ધ એટમોસ્ફિયર્સ કમબેક’ના નેજા હેઠળ ઇન્ટર સ્કૂલ ડિક્લેમેશન કોમ્પિટિશનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સિદ્ધિનું પ્રમાણપત્ર CEE ના ડિરેક્ટર અને જાણીતા ભૌતિકશાસ્ત્રી વિક્રમ સારાભાઈના પુત્ર કાર્તિકેય સારાભાઈ, શ્રી આર.બી. બારડ અને ડી.એમ. ઠાકર, સભ્ય સચિવ, જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું હતું.
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના પ્રિન્સિપાલ શ્રી સીઝર ડીસિલ્વા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી. તેમાંથી દરેકને અભિનંદન આપતાં તેમણે કહ્યું, “અમારા ચેમ્પિયનોએ ફરી તેમની જીતની ભાવના સાબિત કરી છે. અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવા અને તેમની સર્વગ્રાહી કૌશલ્યો વિકસાવવાની તકો પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. રોમાંચક બાબત એ છે કે અમારા વિદ્યાર્થીઓ આવી તકો દરમિયાન પોતાને સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી. હું તેમને તેમના આગામી સમયમાં વધુ સિદ્ધિ મેળવી તે માટે શુભેચ્છા પાઠવું છું.
એકંદરે, આ ઇવેન્ટ એક મોટી સફળતા હતી અને વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે વધુ જાણવાની તક પૂરી પાડી હતી અને તેઓ તેના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે છે. GIIS ના વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ટકાઉ ભવિષ્ય બનાવવાની તેમની પ્રતિબદ્ધતા માટે બિરદાવામાં આવ્યા હતા.