સુરતના આંગણેથી યોજાશે ગ્લોબલ વર્ચુઅલ બિટ્સ ચેસ ટુર્નામેન્ટ

Global virtual bits chess tournament to be held in Surat

સુરત : કોરોના કાળમાં પણ રમત-ગમતને સક્રિય રાખવા સુરત શહેર પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે જેના ભાગરૂપે સુરતનું એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા એન્ડ લેડીઝ સર્કલ ઇન્ડિયા દ્વારા ઈન્ટરનેશનલ વર્ચુઅલ બિટ્સ ચેસ ટુર્નામેન્ટનું સુરતના આંગણેથી આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ 26મી ઓક્ટોબરથી થશે અને 1લી નવેમ્બરના રોજ ફાઇનલ રાઉન્ડ યોજાશે.

આ અંગે માહિતી આપતા એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલના ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટને મેક યોર મુવ નામ આપવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચેરિટી છે. 31મી ઓકટોબર સુધી લીગ રાઉન્ડ રમાશે.

એલ.પી.સવાણી વેસુ ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ, પ્રિયેશ શાહ અને લેડીઝ સર્કલ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ નિધિ કરણાનીએ જણાવ્યું હતું કે સ્પર્ધકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે. મહત્વની વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સાથે ચેસના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ખેલાડી વિશ્વનાથન આનંદ પણ જોડાયા છે. જ્યારે એ.બી.એમ.વાય.એસ. એકલ યુવા અને હેમા ફાઉન્ડેશનનો પણ સહયોગ મળ્યો છે જ્યારે બીકાજી પુરોમેડ એમ અને હાર્ટેક સ્પોન્સર્સ તરીકે જોડાયા છે. સુરત ડીસ્ટ્રીક ચેસ અસોસીએસનનુ પણ મહત્વનું યોગદાન છે.

Exit mobile version