માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

સુરત , 17 જાન્યુઆરી 2026: માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીએ 13 જાન્યુઆરી 2026ના રોજ ઉત્સાહ અને ભવ્યતાભર્યા માહોલમાં તેનો વાર્ષિક સમારંભ ઉજવ્યો. “ધ ફ્લેમ્સ ઓફ અયોધ્યા” થીમ આધારિત આ કાર્યક્રમમાં રામાયણના પ્રસંગોને વિદ્યાર્થીઓએ સુંદર અને અસરકારક રજૂઆત દ્વારા જીવંત બનાવ્યા, જેમાં સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો.
આ સમારંભ શાળાની “કરતા કરીને શીખવું” (Learning by Doing) શિક્ષણ પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે, જ્યાં વિદ્યાર્થીઓએ માત્ર અભિનય જ નહીં પરંતુ પાત્રો અને મૂલ્યોને સાચા અર્થમાં સમજ્યા અને અપનાવ્યા. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ અને શિસ્ત સૌએ સરાહ્યા.
આ પ્રસંગે વર્ષ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. મહેમાનો અને વાલીઓએ કાર્યક્રમની સુવ્યવસ્થા અને અર્થસભર રજૂઆતની પ્રશંસા કરી અને તેને ગયા વર્ષની તુલનામાં એક પગલું આગળ ગણાવ્યું.







