RBIનો PCA (પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન) યુકો બેંક પરથી હટાવી લેવાયો

બેંક દ્વારા હેલ્થ પ્રોડક્ટ, હોમ(6.50%) અને કાર(7.25%) લૉનના વ્યાજ દરમાં ધટાડો સાથે MSME ક્ષેત્ર(7.20%)માં પણ વ્યાજ દર ઘટાડાયો

સુરત (ગુજરાત) ૨૨ નવેમ્બર:  છેલ્લા લાંબા સમયથી  RBI દ્વારા યુકો બેંક પર જે PCA (પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન) લાગુ કરવામાં આવ્યું હતો તે હવે હટાવી લેવાયો છે. તારીખ ૨૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ યુકો બેંકના કાર્યપાલક નિદેશક (Executive Director)એ સુરત મુલાકાત વખતે આ વાત કરી હતી. તેમણે યુકો બેંકના ગ્રાહકો અને સ્ટાફ જોડે મુલાકાત કરી અને યુકો બેંક સુરત ઝોનના પણ ખૂબ વખાણ કર્યા હતા.

યુકો બેંકના ડિરેક્ટર અજય વ્યાસ એ જણાવ્યું કે ઘણા લાંબા સમયથી ચાલી રહેલો RBIનો PCA (પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન) જે યુકો બેંક પર લાગુ કરવામાં આવ્યું હતું તે હવે હટાવી લેવામાં આવ્યું છે. જેથી બેંકને ઘણા ફાયદા થશે તેમણે વધુમાં જણાવ્યું કે યુકો બેંકનો નફો વધ્યો છે અને બેંક ઘણી સારી સ્થિતિમાં છે સપ્ટેમ્બર માસના અંતે ક્વાર્ટરનો નફો લગભગ ૨૦૫ કરોડનો થયો હતો.

યુકો બેંક દ્વારા લોકોની જરૂરતોને ધ્યાન રાખીને ઘણા નવા પ્રોડક્ટ જેમ કે હેલ્થ પ્રોડક્ટ, હોમ (6.50%) અને કાર (7.25%) લૉનની વ્યાજ દરમાં પણ ધટાડો અને સાથે સાથે MSME ક્ષેત્ર(7.20%) માં પણ વ્યાજ દર પણ ન્યુનતમ કરવા માં આવ્યું છે.

Exit mobile version