એન્ટરટેઇન્મેન્ટ

હીરો તરીકે રિષભ શર્માની પહેલી ફિલ્મ ‘નારાધમ’નું મુહૂર્ત સાથે શુટિંગ શરૂ

બાળ કલાકાર રિષભ શર્મા હવે લવ સ્ટોરી ફિલ્મ ‘નારાધમ’નો હીરો બન્યો

‘આર આર મીડિયા’ના બેનર હેઠળ બનેલી લવસ્ટોરી ફિલ્મ ‘નારાધમ’નું શૂટિંગ ખાનવેલ રિસોર્ટ, સિલ્વાસામાં મુહૂર્ત સાથે શરૂ થયું. જેને પ્રિતી શર્મા પ્રોડ્યુસ કરી રહી છે અને અજય બી. સહા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.તેના કેમેરામેન કમલ છે. તેના મુખ્ય કલાકારો રિષભ શર્મા, રોશની અને અન્ય છે.

રિષભ શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ફિલ્મ ‘વીર’માં સલમાન ખાનનું બાળપણ, ફિલ્મ ‘આઓ વિશ કરે’માં આફતાબ શિવદાસાનીનું બાળપણ અને સિરિયલ ‘મિસિસ તેંડુલકર’, ‘જય જય જય બજરંગબલી’ જેવી સિરિયલોમાં કામ કર્યા બાદ હવે 23 વર્ષની ઉંમરે તે તેની પહેલી ફિલ્મ ‘નારાધમ’માં હીરો તરીકે કામ કરી રહ્યો છે, જે મસાલાથી ભરપૂર રોમેન્ટિક ફિલ્મ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button