શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ બોર્ડમાં અગ્રેસર 

સુરત શહેરના હાર્દસમા વિસ્તાર- ઉધનામાં સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ (ગુજરાત બોર્ડ) નું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા વાણિજ્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં ઉલ્લાસની લાગણી પ્રસરી ગઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ -2024, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થતાં હિન્દી માધ્યમમાં શુક્લા સુમિતે A1ગ્રેડ (99.06PR) સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 0૬ વિદ્યાર્થીઓ A1ગ્રેડ સાથે તથા કુલ ૧૬ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. જેમાં A1 ગ્રેડ સાથે સોલંકી હેમાક્ષી (99.99PR), લુહાર ચંદન(99.98PR), રાજપૂત ગ્રેસી(99.94PR), સોલંકી જયવીર(99.36PR) તથા પાટીલ ભૂષણે (99.13 PR) સફળતા મેળવી છે.

ધોરણ- 12 વાણિજ્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડ સાથે રાણા કાર્તિક(99.92PR), રાણા અનિકેત(99.84PR), પ્રજાપતી કુલદીપ(99.80), જરીવાલા વૈષ્ણવી( 99.72PR), શર્મા આશિષ (99.54), પરમાર વિશાખા (99.54PR), રાણા ક્રિસ(99.20PR), પટેલ યુગમી(98.77PR) તથા સૌદ મુકેશ(98.71PR) સાથે કુલ 9 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે. જ્યારે કુલ 71 વિદ્યાર્થીઓ A2 ગેડ સાથે સફળ થયેલ છે.

શાળાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, તમામ શાળા પરિવાર, શિક્ષકગણ તથા ટ્રસ્ટીગણ સર્વેએ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા.

Exit mobile version