અમરોલી કોલેજમાં યુથ પાર્લામેન્ટ યોજાઈ

સત્તાપક્ષ અને વિપક્ષમાં વિભાજીત યુથ પાર્લામેન્ટમાં વિવિધ મુદ્દાઓ ઉપર પ્રશ્નોત્તરી થઈ

સુરત: જીવન જયોત ટ્રસ્ટલ, અમરોલી સંચાલિત જે.ઝેડ શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ ખાતે યુથ પાર્લામેન્ટ સેશનનું આયોજન કરાયું હતું. જેમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કૃષિ કાયદાઓ, નાગરિકતા સંશોધન કાનૂન, મોંઘવારી, આર્થિક સમસ્યાઓ, મહિલા સશક્તિકરણ, દેશની સલામતી વગેરે વિષય ઉપર ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી હતી. ડૉ. ચિરાગ સિધ્ધપુરીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સત્તાપક્ષ અને વિપક્ષમાં એમ બે ભાગમાં વિભાજીત યુથ પાર્લામેન્ટના પ્રથમ સત્રમાં વિવિધ મુદ્દાઓ ઉપર પ્રશ્નોત્તરી જયારે બીજા સત્રમાં વિવિધ બિલને બહુમતિથી પસાર કરાયા હતા. સંસદમાં થતી કાર્યવાહી પ્રમાણે આબેહૂબ નાટય-રૂપાંતર કરાયું હતુ.

આ પ્રસંગે પ્રિ. ડૉ. કે.એન.ચાવડાએ જણાવ્યું હતુ કે, દેશની ભાવિ પેઢી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રનિર્માણ તેમજ સારા નેતાઓના ઘડતર માટે યુથ પાર્લામેન્ટ જેવા સકારાત્મક કાર્યક્રમો થવાં જરૂરી છે. વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય શ્રી કનુભાઇ ભરવાડે પણ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version