સુરત : શહેરની પ્રતિષ્ઠીત આર્કિટેકટ અને ડિઝાઇનર બહેનોએ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ત્રણ દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરાયું હતું.
દરમ્યાન ચેમ્બરની એન્ટરટેનમેન્ટ કમિટીના કો–ચેરપર્સન તેમજ લેડીઝ વીંગના સેક્રેટરી નમ્રતા દેસાઇના નેજા હેઠળ સુરત શહેરની પ્રતિષ્ઠીત આર્કિટેકટ અને ડિઝાઇનર બહેનોએ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાંથી કેટલીક બહેનો IIAના કમિટી મેમ્બર તથા IID સુરતના રિજીયોનલ ચેપ્ટરના કમિટી મેમ્બર છે. આર્કિટેકટ્સ એન્ડ ડિઝાઇનર બહેનોએ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડમાંથી રીયલ ડાયમંડ કેવી રીતે બને છે? તે વિશે મેન્યુફેકચરર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથે જ ડાયમંડ જ્વેલરી ડિઝાઈન અંગે કેટલાંક સૂચનો પણ આપ્યા હતા.
સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લેનાર આર્કિટેકટ્સ એન્ડ ડિઝાઇનર બહેનોમાં આઝમી વાડીયા, વૈશાલી ચૌહાણ, પ્રથમા દેસાઇ, નીતિ શાહ, રીયા કાપડીયા, અમી મર્ચન્ટ, પ્રકૃતિ દેસાઇ, રાખી દેસાઇ, મોનિકા મોદી, અમી દેસાઇ, સેજલ પટેલ અને ગ્રીષ્મા દેસાઇનો સમાવેશ થાય છે.