શક્તિ પમ્પ્સના ઘરેલુ વેપારમાં 178 ટકાની વૃદ્ધિ
નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિકગાળામાં
શક્તિ પમ્પ્સના ઘરેલુ વેપારમાં 178 ટકાની વૃદ્ધિ
નિકાસમાં 33 ટકાનો વધારો
ભારતની ઉર્જા કાર્યક્ષમ પમ્પ્સ અને સૌર ઉર્જા સોલ્યુશન્સ ક્ષેત્રમાં અગ્રણી શક્તિ પમ્પ્સ ઇન્ડિયા લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2020ના રોજ સમાપ્ત થયેલાં બીજા ત્રિમાસિકગાળા માટે મજબૂત નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી છે. પ્રથમ ત્રિમાસિકગાળાની તુલનામાં કંપનીના ઘરેલુ વેપારમાં 18 ટકાની વૃદ્ધિ નોંધાવાતા નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિકગાળામમાં કંપનીએ રૂ. 153 કરોડનો ઘરેલુ વેપાર કર્યો છે. આ આંકડા પ્રથમ ત્રિમાસિકગાળાના રૂ. 98 કરોડથી વધુ રહ્યાં છે. કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળાના અંતમાં રૂ. 48 કરોડની નિકાસ કરી છે, જે અગાઉના ત્રિમાસિકગાળામાં રૂ. 36 કરોડ હતી.
|
નાણાકીય વર્ષ 2020-21નો બીજો ત્રિમાસિકગાળો |
નાણાકીય વર્ષ 2020-21નો પ્રથમ ત્રિમાસિકગાળો |
વૃદ્ધિ (ટકામાં) |
ઘરેલુ વેપાર |
153 |
55 |
178% |
નિકાસ |
48 |
36 |
33% |
ગ્રામિણ, કૃષિ તથા નિકાસમાં ઉર્જા કાર્યક્ષમ પમ્પ્સ અને સૌર ઉર્જા સોલ્યુશન્સની માગ વધવાને કારણે કંપની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં સફળ રહી છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિકગાળામાં કંપનીએ રૂ. 55 કરોડનો ઘરેલુ વેપાર કર્યો હતો. આ વર્ષન બીજા ત્રિમાસિકગાળામાં નિકાસમાં રૂ. 12 કરોડની વૃદ્ધિ નોંધાવઇ છે.
કંપનીના ઉત્કૃષ્ટ પરિણામો અંગે વાત કરતાં શક્તિ પમ્પ્સ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર દિનેશ પાટીદારે જણાવ્યું હતું કે, શક્તિ પમ્પ્સના મેનેજમેન્ટ અને ટીમના અથાક પ્રયાસોને પરિણામે ગત ત્રિમાસિકગાળામાં અમે સોલર પમ્પ્સના નિર્માણમાં અગ્રેસર રહ્યાં છીએ તેમજ કૃષિ વ્યવસાય અને નિકાસમાં પણ વૃદ્ધિ સાધવામાં સફળ રહ્યાં છીએ. અમારી નિપૂણતા, ટેકનીક, ગ્રાહકોનો ભરોસો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ તથા તકો હાંસલ કરવાથી અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યાં છીએ. અમને વિશ્વાસ છે કે નિકાસની સાથે વિવિધ ગ્રામિણ અને સૌર ઉર્જા યોજનાઓથી આ ક્ષેત્રમાં માગ સતત વધશે. અમે હંમેશાથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને મહત્વ આપ્યું છે અને આગામી સમયમાં પણ તેમાં રોકાણ કરતાં રહીશું.