સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

સુરત તા. 30 જાન્યુઆરી, 2026: સુરતમાં ભારતનું સૌથી મોટું ફેશન અને લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે હોટેલ મેરીયટ સુરત, અઠવાલાઈન્સ ખાતે ૧ અને ૨ ફેબ્રુઆરીએ યોજાનાર આ શોકેસ ફેશન, ક્રીએટિવિટી અને લક્ઝરીનો અદ્ભુત સંગમ છે. મુલાકાતીઓ અને ખરીદદારોને આ સીઝનના સૌથી મોટા ઇવેન્ટમાં એક જ છત નીચે અનેક ઉત્તમ અનુભવોનો લાભ મળશે.
આ એક્ઝિબિશન નવીનતમ ફેશન ટ્રેન્ડ્સ અને ડિઝાઇનની રચનાત્મકતાનું પ્રદર્શન કરશે. પ્રીમિયમ અને એક્સક્લૂસિવ કલેક્શનને એક્સપ્લોર કરવાની આ એક ઉત્તમ તક છે. હાઈ લાઈફ એક્ઝિબિશન લાવ્યું છે દેશભરના પ્રખ્યાત ડિઝાઇનર્સનું ક્યુરેટેડ કલેક્શન, શાનદાર જ્વેલરી અને પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ્સનું એક વિશિષ્ટ પ્રદર્શન. અહીં તમને જોવા મળશે અદભૂત કારીગરી, સદાબહાર ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ જે લાવણ્ય અને બારીકાઈથી ભરપુર છે.
આધુનિક શૈલીથી લઈને વારસાગત પરંપરાગત ડિઝાઇન્સ સુધી દરેક કલેક્શન ઉત્તમ કલા અને સંસ્કારી રુચિને પ્રતિબિંબિત કરે છે. લક્ઝરી અને લાઈફસ્ટાઈલનો આ અનોખો સંગમ એક જ છત નીચે માણવા તૈયાર થઈ જાઓ.







