હેલ્થ એન્ડ બ્યૂટી

એએસજી આઈ હોસ્પિટલ, સુરત દ્વારા સ્ક્વિન્ટ (ત્રાંસી આંખ/ભેંગાપણું) અને સમયસર નિષ્ણાત સારવારના મહત્વ અંગે જાગૃતિ

સુરત. 8 સપ્ટેમ્બર 2026 : એએસજી આઈ હોસ્પિટલ, સુરત દ્વારા સ્ક્વિન્ટ (Strabismus) સર્જરી અંગે જાગૃતિ ફેલાવાવમાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ સ્ક્વિન્ટ અંગે જનજાગૃતિ વધારવાનો, સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વને સમજાવવાનો તેમજ દર્દીઓ અને વાલીઓને સ્ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

સ્ક્વિન્ટ, જેને તબીબી ભાષામાં Strabismus કહેવામાં આવે છે, એવી સ્થિતિ છે જેમાં બંને આંખો એક સાથે, એક જ દિશામાં રહેતી નથી અને અલગ-અલગ દિશામાં જઈ શકે છે. ઘણીવાર સ્ક્વિન્ટને માત્ર દેખાવ સાથે જોડાયેલી સમસ્યા માનવામાં આવે છે, પરંતુ ખાસ કરીને બાળકોમાં તે દૃષ્ટિને સંપૂર્ણ વિકાસ પર અસર કરી શકે છે. આ માટે સમયસર તપાસ અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય સારવાર દર્દીના આત્મવિશ્વાસ અને જીવનની ગુણવત્તા પર પણ સકારાત્મક અસર કરી શકે છે.

એએસજી આઈ હોસ્પિટલ, સુરત ખાતે સ્ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. પૂજા પટેલની નિષ્ણાત દેખરેખ હેઠળ ઘણા દર્દીઓએ સ્ક્વિન્ટ ની સારવાર મેળવી છે અને સંતોષકારક પરિણામ મેળવ્યા  છે અને તેમના સારવારના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. જેમાં દર્દીઓના સર્જરી પહેલાં અને સર્જરી બાદના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, જે સ્ક્વિન્ટ માં થયેલા ઈમ્પ્રૂવમેન્ટ દર્શાવે છે. આ કેસોના માધ્યમથી એએસજી આઈ હોસ્પિટલ એક મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગે છે કે સ્ક્વિન્ટ એક સારવારયોગ્ય સ્થિતિ છે અને તેને માત્ર દેખાવ સાથે જોડાયેલી સમસ્યા માનીને અવગણવી જોઈએ નહીં. નિષ્ણાત દ્વારા સમયસર તપાસ કરાવવાથી દરેક દર્દી માટે યોગ્ય સારવાર પદ્ધતિ નક્કી કરવામાં મદદ મળે છે.

એએસજી આઈ હોસ્પિટલ, સુરત, ભારત સરકાર અને આયુષ્માન ભારત પહેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેના કારણે એલીજીબલ દર્દીઓને આ યોજના હેઠળ સ્ક્વિન્ટ સર્જરી જેવી નિષ્ણાત સર્જિકલ સારવારનો લાભ મેળવવામાં સહાય મળી રહી છે. આ પ્રકારનું સહયોગ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના એલીજીબલ દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે. તેના દ્વારા તેમને જરૂરી નિષ્ણાત સર્જિકલ સારવાર મળી શકે છે અને સારવાર સાથે જોડાયેલા આર્થિક બોજને ઘટાડવામાં મદદ મળી શકે છે. એએસજી આઈ હોસ્પિટલ, સુરતનો હેતુ લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં વધુ જાગૃતિ લાવવાનો છે કે સ્ક્વિન્ટને અવગણવું જોઈએ નહીં. હોસ્પિટલનો ઉદ્દેશ્ય વાલીઓ અને દર્દીઓને સ્ક્વિન્ટના લક્ષણોને ઓળખવા, તેના માટે અસરકારક સારવાર ઉપલબ્ધ છે તે સમજવા અને સમયસર સ્ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટ (Squint/Strabismus Specialist) પાસેથી તપાસ અને સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એએસજી આઈ હોસ્પિટલ, સુરત સમાજના દર્દીઓને નિષ્ણાત અને ગુણવત્તાયુક્ત આંખોની સારવાર પૂરી પાડવા તેમજ અદ્યતન સારવારને વધુમાં વધુ દર્દીઓ સુધી સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button